સ્નેહ ના સથવારે ને,
વિશ્વાસ ના વહાણે.
તરવો છે મારે આ ભવસાગર,
બોલ તું સાથ આપીશ?
પડખે ઉભી રહીશ તારા,
સુખ માં અને દુઃખમાં.
ક્યાંક હું અટવાઈ જઉં,
તો તું સાથ આપીશ?
દુનિયા ના વ્યવહારોની,
સમજણ છે ઓછી.
શીખી લઈશું એ પણ,
જો તું સાથ આપીશ.
હિમ્મત બનીને દુઃખમાં,
જો ઉભી રહું તારા.
તો માંગુ છું માત્ર સુખમાં,
બોલ તું સાથ આપીશ?
વિસરેલુ તારું બધું,
યાદ હું અપાવીશ.
પણ ભૂલ ને મારી વિસરવા,
બોલ તું સાથ આપીશ?
સાથે મળી ને આ,
માળો તો બાંધ્યો.
એમાં રંગ પૂરવા છે મારે,
જો તું સાથ આપીશ.
હાથ તારો ઝાલીને,
હજુ ચાલવું છે ઘણું,
વાટમાં જો થાક લાગે,
તો બોલ તું સાથ આપીશ?