મુક્યો મોહ ને મૂકી માયા પકડી લીધી માળા,
સમય ગયો પણ છૂટ્યા નહીં સબંધો ના તાણા.
પહેલા હતા ફક્ત દીકરા અને દીકરીઓ,
હવે થયા તેમનાય સરવાળા.
વહુઓ આવી ને જમાઈઓ પણ,
પૌત્ર-પૌત્રીઓ ની તો અલગ જ માયા.
કામ છોડ્યું ને છોડ્યો વહીવટ તોય,
ઢળ્યું ફૂટ્યું ને વધ્યું એમાં કેમ અટવાયા.
પ્રભુ ભક્તિ ની ઉંમર વીતે છે,
હવે તો બસ કરવાની હોય રામની માળા.
રોજ ઉઠીને નિંદા કૂથલી,
ગાવી ઘર ની ગાથા.
એના કરતા તો પ્રભુ ભજશો તો,
મળશે મન ને શાતા.
મૂકશો જો મારું-મારું કરવાની વાતો,
તો જ જોડાશે તમારો હરી સાથેનો નાતો.