school chale hum gujarati article 

સ્કૂલ ચલે હમ 

         મિત્રો, વેકેશન પૂરું થવા આવ્યું છે અને વળી પાછો સ્કૂલ જવાનો સમય થઇ ગયો છે. શાળા સમયની તો મિત્રો વાત જ નિરાળી છે. ફરી વાર બાળક બનવા માટે મજબુર કરી દે એવું હોય છે શાળાનું જીવન. શાળામાં હોઈએ ત્યારે આપણને મોટા થવાની અને કોલેજમાં જવાની ત્યારબાદ જોબ કે બીઝનેસ કરવાની તાલાવેલી હોય છે . પરંતુ આજે જયારે મોટા થઇ ગયા છીએ ત્યારે એ એક એક પળો ને યાદ કરીએ છીએ જે ખરેખર આપણા માટે જિંદગીના સંભારણા સમા બની ગયા છે.

        ખરેખર બાલ્યકાળ થી લઈને કિશોરાવસ્થા સુધી જે જગ્યા એ આપના જીવનનું ઘડતર થયું એ છે શાળા . એવા કેટ કેટલાય સ્મરણો હશે આપના સૌના શાળા ના સમયકાળ દરમ્યાનના જ ખરેખર અદભૂત અને અવિસ્મરણીય છે. જીવનના જે મુલ્યો , આદર્શો આપણને શાળા એ શીખવ્યા છે એ આપણને આપણા જીવનનમાં ડગલે ને પગલે કામ આવ્યા છે. આજે જીવનમાં ભલે બધું જ હશે પણ એ દિવસો ક્યારેય પાછા નહિ આવે જે આપણે સ્કુલ માં વિતાવ્યા છે. ખરેખર અદભૂત હતા એ દિવસો જે આજેય પણ યાદ કરીએ છીએ.

         એ વખતે ભલે એ બધું રોજિંદુ કે સાવ સામાન્ય લાગતું પણ આજે એ લાખો રૂપિયા માં પણ ના મુલાય એટલું કીમતી લાગે છે. એ દરરોજ સાતના ટકોરે શાળાનો ઘંટ વાગે કે તરત જ ખભે સ્કૂલ બેગ નાખીને દોડતા પોતાની રોજની નિશ્ચિત બેંચ પર ગોઠવાઈ જવાનું . ને હેય ને મોટા અવાજે પ્રાર્થના ગાવાની વર્ગ શિક્ષકોની મજાક કરવાની મિત્રો સાથે ચાલુ કલાસે ગપાટા મારવાના એ બધું આજેય યાદ છે. હજુ તો જાણે કે ગઈ કાલની જ વાત હોય એમ મિત્રો સાથે વિતાવેલી એ દરેક ક્ષણો જેવી કે ચોથા પીરીયડમાં તો ભણવા કરતા એની જ વધારે રાહ જોવાતી હોય કે રીસેસ ક્યારે પડે ? ને જેવો ઘંટ પડે કે તરત જ દોડતા બહાર અને એ વખતે નળનું પાણી જે ખોબો માંડીને પીતા તેવો આનંદ આજે ફ્રીઝના ઠંડા પાણીમાં પણ નથી આવતો . આજે પણ યાદ છે કે ઘરે થી લઇ ગયેલુ ટીફીન તો જેમતેમ પતાવી દેતા ને પછી શાળાની બાર મળતા બોર , આંબલી અને કોઠા તો સ્વાદ લઇ લઈને ખાતા . ચોમાસામાં તો એજ વિચારતા કે જો કાલે વરસાદ પડે તો કેવું સારું સ્કૂલ ના જવું પડે એવી અનપેક્ષિત રજાઓના આનંદ ને માણવા આજે પણ ફરી બાળક બનીને સ્કૂલ જવાનું મન દરેક ને થતું જ હશે , ખરું ને ?

       હાલની આ મુશ્કેલીઓથી ભરેલી જવાબદારીઓ ના ભાર કરતા એ ચોપડીઓ થી ભરેલા દફતર નો ભાર ઘણો સારો હતો. અત્યારની એરકન્ડીશનર ઓફીસો માં એટલો આનંદ નથી આવતો જેટલો એ વખતે ગરમીમાં ક્લાસના પંખા નીચે બેસીને આવતો હતો. શાળા ની એ તૂટેલી ફૂટેલી બેંચો જેના પર એક સાથે ત્રણ અને ક્યારેક તો ચાર જણા બેસતા એવો અહેસાસ તો ઓફિસની આરામદાયક ખુરશી પણ આજે નથી આપતી. મિત્રો સાથે સ્કૂલમાં કરેલી એ ધમાલ મસ્તી આજે પણ એવીને એવી યાદ છે . એ વેકેશન ની આતુરતામાં પરીક્ષાની તૈયારી આપોઆપ ફટાફટ થઇ જતી. એ વખતે શાળા ના વાર્ષિકોત્સવ ની તૈયારી માં જે રીતે સહુ મિત્રો ભેગા મળીને કામ કરતા એમાંથી કોઈ આજે શોધ્યા પણ જડતા નથી. થાય છે કે આજની બોસની ખીજ કરતા એ વખત ના વર્ગશિક્ષક ક્લાસ માં અંગુઠા પકડાવતા એ ધારે સારું હતું.

      ખરેખર કોઈકે સાચું જ કહ્યું છે ” તૂટેલા સપના અને અધૂરી લાગણીઓ કરતા તો તૂટેલા રમકડા અને અધૂરા હોમવર્ક વધારે સારા હતા. આજેય એ બાળપણ ની મોજ ફરીથી માણવા અને મિત્રો સાથે એ ગોષ્ટી ને ધીંગા મસ્તી કરવા ફરીવાર મારું મન તો કરે છે સ્કૂલ જવા , શું તમારું મન પણ થાય છે એ સ્કૂલ લાઈફને જીવવાનું ?

SHARE
"Life lover" Since Born. Rashmi Panchal is enthusiastic Gujarati Writer, Dancer, Copy writer, Singer. She used to spend her whole day on her hobby related works. She loves her Child most " Sneh"

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here