શમણાં | ગુજરાતી ગીત | લીરીક્સ | રશ્મી પંચાલ 

પોતાનાઓ કે પ્રિયજનો સાથે મનનું એટલું ગાઢ જોડાણ થઇ જાય છે , કે એમના વગર જીવવું આપણા માટે મુશ્કેલ થઇ પડે છે. એમાં પ્રિય પાત્રની તો વાત જ શું કરવી? એના ઘડી બે ઘડીના સાથ માટે આપણે ઝંખીએ છીએ. પ્રેમમાં સામેવાળાની રાહ જોવાનું  ખુબજ અઘરું થઇ પડે છે.  પરંતુ જ્યારે આપણા પ્રેમની સામેની વ્યક્તિ ને કોઈ કદર ના હોય ત્યારે આપણો એ પ્રેમ આપણને  થાંભલા વગરના ઘર કે પાયા વિનાના ચણતર જેવો લાગે છે. જેની બુનિયાદ જ ના હોય એમાં સપના નું ઘર પણ ક્યાંથી ચણાય ?  જેમ એક હાથે તાળી ના પડે એમ એક હૈયાનો પ્રેમ પણ ના પાંગરે . પ્રેમ માં પણ બે બાજુ એક સરખું વહેણ હોય તો  જ પ્રેમની નૈયા પાર લાગે. એવીજ રીતે પરસ્પરના વિશ્વાસ નું હોવું પણ આવશ્યક છે. પ્રેમ માં દગો કે અવિશ્વાસ જો આવી જાય તો પ્રેમને પીંખાતા વાર  નથી લાગતી.

 

શીદ શમણાં માં આવી હસો છો તમે,
અમે રાતો ની રાતો સૂતા નથી.
કેમ ચૂપકે થી આવી મળો છો તમે,
અમે હૈયાની હૈયાને કહેતા નથી.

 રહી ગયા છે શમણા,
તમે આવશો હમણાં.

જૂઠી વાતો તમારી અમે માનતા નથી.
                શીદ શમણા માં આવી…..

જે દિ આવાનો વાયદો કર્યો તો તમે,
એ દિ વાટ જોવામાં આંખ મીચી ન તી.
કેવી વાતો વફાની કરો છો તમે ,
બેવફાઈ તમારી અમે કહેતા નથી.

   વહી ગયા છે વ્હાણાં
    વાયદા ના તારા.

હવે પાપણે પાળ અમે બાંધતા નથી.
           શીદ શમણા માં આવી ……

જે આંખોમાં પ્રેમ વંચાતો હતો,
એ આંખો હવે દેખાતી નથી.
જે દિલમાં અમારા વસો છો તમે,
એ દિલના ઝખ્મો સહેવાતા નથી.

 દિલ ની વાતો જઈ,
હવે કહેવી કોને.

એ વિચારી અમે કશું કહેતા નથી.
શીદ શમણા માં આવી……

SHARE
"Life lover" Since Born. Rashmi Panchal is enthusiastic Gujarati Writer, Dancer, Copy writer, Singer. She used to spend her whole day on her hobby related works. She loves her Child most " Sneh"

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here