=> પરણેલા પુરુષો ની ઓળખ

    સ્ત્રી તો પરણેલી છે કે કુંવારી એ એના માથા ના સિંદુર અને ગળાના મંગળસૂત્ર પરથી ખબર પડી જાય છે , પરંતુ પુરુષ પરણેલો છે કે નહિ એ કેવી ખબર પડી શકે . તો આવો સ્નેહરશ્મિ.કોમ પર જોઈએ આજે પરણેલા પુરુષો કેવી રીતે ઓળખાઈ જાય .

* ઘરમાં કપ રકાબીમાં ચા પીતી વખતે ભૂલથીય સબડકો ના મરાઈ જાય એ રીતે જરાય અવાજ કર્યા વિના ચા પીતો જણાય તો સમજવું કે એ પુરુષ પરણેલો છે.

* ઓફિસથી આવ્યા પછી ટીવી સામે બેસી હાથમાં રીમોટ હોવા છતાં પણ જો કોઈ પુરુષ ટીવી સીરીયલ જોતો જણાય તો સમજવું કે તે પરણેલો છે .

* બહાર ક્યાંક જતી વખતે એને બેગમાં શું ભરવું શું ના ભરવું એની જો સમજણ ના પડતી હોય તો સમજવું કે તે પુરુષ પરણેલો છે .

* કાર કે ગાડી કરતી વખતે જો કોઈ પુરુષ જીપીએસ કરતા કોઈની શિખામણો ઉપર વધારે ધ્યાન આપતો જણાય તો સમજવું કે તે પરણેલો છે.

* સવાર સવાર માં ઓફિસ જતી વખતે જેને પોતાનો જ રૂમાલ , વોલેટ કે મોબાઈલ ના જડતો હોય તો સમજવું એ પુરુષ પરણેલો છે .

* નાહ્યા પછી ભીનો ટુવાલ આમ તેમ નાખ્યા વગર સીધો વળગણી પર સુક્વતો પુરુષ દેખાય તો સમજવું કે તે પરણેલો છે .

* જમવામાં પોતે ડિમાન્ડ કરેલી વાનગી ન મળે તો પણ કોઈ નખરા વગર જે જમી લે તે પુરુષ પરણેલો સમજવો .

* શાક – દાળ માં મીઠું વધારે લાગતું હોય તો મીઠું જ વધારે ખારું હશે એમ માની ને ચુપચાપ જમી લે તો સમજો કે પુરુષ પરણેલો છે.

* જયારે ડાર્ક શર્ટ પહેરતો છોકરો લાઈટ પીંક શર્ટ પહેરવા લાગે તો સમજવું કે તે પરણી ગયો છે.

* ફુલ સ્પીડમાં બાઈક ચલાવતો છોકરો જો ટ્રાફિક રૂલ્સ ને ફોલોવ કરી ને ધીમી બાઈક ચલાવતો જોવા મળે તો સમજવું કે તે પરણી ગયો છે.

* હમેશા દોસ્તો જોડે ફરનારો છોકરો જો ફેમીલી ફંકશન અટેન્ડ કરવા લાગે તો સમજવું કે તે પરણી ગયો છે .

             આવા તો કેટકેટલાય લક્ષણો છે પરણેલા પુરુષોના , ક્યારેક ફરી સમય મળશે તો વધુ વાતો કરીશું આ વિશે . ટૂંકમાં પરણ્યા પછી સ્ત્રીનો પૂરેપૂરો પ્રભાવ રહે છે પુરુષ પર . સ્ત્રી વગર તે હમેશા અધુરો જ કેહવાય છે . આમ પુરુષ પરણેલો છે કે કુંવારો એ ઉપરના લક્ષણો ઉપરથી તમે જાણી શકો છો.

SHARE
"Life lover" Since Born. Rashmi Panchal is enthusiastic Gujarati Writer, Dancer, Copy writer, Singer. She used to spend her whole day on her hobby related works. She loves her Child most " Sneh"

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here