આજે દરેક વ્યક્તિને હેરફોલ ની સમસ્યા સતાવે છે . એની પાછળ જવાબદાર ઘણા કારણો હોઈ શકે જેવા કે જીનેટિક પ્રોબ્લેમ્સ , અનિન્દ્રા , માનસિક તણાવ અને પોલ્યુશન . હેરફોલ અને વાળને લગતી બીજી ઘણી બધી સમસ્યાઓને પહોંચી વળવા લોકો અલગ અલગ ટાઈપ ના શેમ્પુ અને તેલ ટ્રાય કરતા રહે છે . પરંતુ તેમ છતાં કોઈ જ ફરક પડતો નથી . તો એવામાં એકદમ સરળ ટીપ્સ દ્વારા જો હેરફોલ અને વાળને લગતી બીજી ઘણીબધી સમસ્યાઓ થી જો છૂટકારો મેળવી શકાતો હોય તો શા માટે તેને ટ્રાય ન કરવી.તો આવો જોઈએ કેટલીક સિમ્પલ ટીપ્સ હેરફોલ અને હેરડેમેજ ને અટકાવવા માટે.

* શું તમને હેરફોલ ની સમસ્યા છે ? તો કરો આ સિમ્પલ ઉપાય જરૂર થશે ફાયદો :

-> એક દિવસમાં માથામાં ૪ થી ૫ વાર કાંસકો ફેરવવો જેનાથી માથાની ત્વચા હિલ થશે અને વાળની ડ્રાયનેસ પણ ઓછી થશે.

-> નેચરલ મહેંદીને દહીંમાં બે થી ત્રણ કલાક પલાળીને રાખો , પછી વાળમાં લગાવીને ૨ કલાક રાખી વાળ ધોઈ લો. આનાથી વાળ મુલાયમ બનશે . મહેંદી વધારે વાર માથામાં રાખવી નહિ , એનાથી વાળ બરછટ થઇ જાય છે.

-> અઠવાડિયા માં એકવાર શિકાકાઈ , આમળાનું ચૂર્ણ , અરીઠા અને ભૃંગરાજ મિક્સ કરી વાળ ધોવો , આનાથી વાળ ખુબજ સારા રહે છે.

-> અઠવાડિયા માં બે થી ત્રણ વાર વાળમાં કોપરેલ અને દીવેલ મિક્સ કરીને સહેજ ગરમ કરીને તેનાથી માલીશ કરો . એનાથી વાળની મજબૂતી વધશે અને હેરફોલ પણ અટકશે .

-> જ્યારે પણ તડકામાં બહાર નીકળો ત્યારે વાળને દુપ્પટા વડે ઢાંકી લો, જેનાથી સૂર્યના તાપથી વાળનું રક્ષણ થઇ શકે , તાપમાં વાળ ડેમેજ વધુ થાય છે.

-> થોડા થોડા સમયાંતરે વાળને તટ્રીમ કરાવતા રહો , જેથી વાળ ઝડપથી વધશે .

-> વાળ ધોવા માટે હમેશા સારી ક્વોલીટી નું જ શેમ્પુ વાપરો .

-> વાળને ગરમ પાણીથી ધોવાથી વાળ ડ્રાય થઇ જાય છે માટે વાળ હમેશા ઠંડા પાણીથી અથવા હુંફાળા પાણીથી જ ધોવો .

-> વાળમાં વધુ પડતા કેમીકલ વાળા હેર કલર નો ઉપયોગ ના કરો , આનાથી વાળને નુકશાન થાય છે .

-> વાળમાં ફ્રેશ એલોવેરા લગાવીને કલાક રાખીને ધોઈ લો,આનાથી વાળ કંડીશનર કર્યું હોય એવા થઇ જશે .

– > ચા ની ભૂકી નાંખીને ઉકાળેલું પાણી ગાળી ને બાજુ પર રાખો , હવે આ પાણી વાળ ધોયા બાદ વાળમાં સીરમ ની જેમ લગાવો . આનાથી વાળની ચમક વધશે .

           આટલી કેર કરશો એટલે શ્યોર તમારા વાળ ખરતા અટકી જશે અને વાળની ચમક અને ગ્રોથ પણ વધશે . તો આજે જ ટ્રાય કરો આ ટીપ્સ અને ગમે તો આ પોસ્ટ તમારા ફ્રેન્ડસ સાથે પણ શેર કરો.

SHARE
"Life lover" Since Born. Rashmi Panchal is enthusiastic Gujarati Writer, Dancer, Copy writer, Singer. She used to spend her whole day on her hobby related works. She loves her Child most " Sneh"

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here