વર્કિંગ વુમન્સ ની લાઈફ ખૂબજ દોડધામ વાળી હોય છે . સવારે વહેલા ઉઠીને ફટાફટ ઘરનુ કામ પતાવવાનું, બાળકોને સ્કુલ માટે રેડી કરવાના ,પતિનું અને પોતાનું ટિફિન તૈયાર કરવાનું અને આ સિવાય બીજું પણ ઘણું બધું કામ હોય છે. અવામાં ઓફિસ જવાની ઉતાવળ માં આમતેમ થોડો મેકઅપ કરીને કે થોડો પાઉડર ચોપડી ને નીકળી પડે છે ઓફિસ જવા. ઘરની બહાર નું પ્રદુષણ, ધૂળ માટી અને ઓફિસમાં સતત એસી ને કમ્પ્યુટર ના સંપર્ક માં રહેવાથી તેમની સ્કિન સમય પહેલા જ નિર્જીવ અને શુષ્ક બનતી જાય છે.

આ સિવાય એકધાર્યું કોમ્પ્યુટર પર કામ કરવાને લીધે તેમની આંખો ની આસપાસ કાળા કુંડાળા (ડાર્ક સર્કલ) થઈ જાય છે. એટલે જ તો વર્કિંગ વુમન્સ એ ઘર અને ઓફિસ ની સાથે સાથે પોતાની સ્કિન ની પણ સંભાળ લેવી ખૂબજ જરૂરી છે.

• ગમે તેટલા બીઝી હોવ પણ આ ઇઝી ટિપ્સ ને ફોલોવ કારી રાખી શકો છો તમે પણ તમારી ત્વચા ની સંભાળ :


• ફેસ વોશ :

ઘણી વર્કિંગ વુમન્સ ઓફિસ જતી વખતે કામ પતાવીને ફ્રેશ થતી વખતે હાથપગની સાથે સાથે મોઢું પણ સાબુથી ધોઈ લેતી હોય છે. તો લેડીઝ ફેશ ધોવા માટે હંમેશા માઇલ્ડ ફેશવોશ નો જ ઉપયોગ કરો. સાબુથી ઘણીવાર તમારી સ્કિન શુષ્ક બની શકે છે.તમે ઇચ્છો તો નાની ફેસવોશ ટયુબ તમારા પર્સમાં સાથે રાખી શકો છો.જેથી તમે ઓફિસ આવર માં પણ ફેશવોશનો યુઝ કરી તમારા ચહેરા ને ફ્રેશ રાખી શકો છો.

• મોશ્ચોરાઈઝર :

જનરલી ઓફિસોમાં આખો દિવસ એસી ચાલુ જ રહેતું હોય છે, જેને લીધે સ્કિન ડ્રાય થઈ જાય છે ,એટલે લેડીઝ જે વર્કિંગ વુમન્સ છે એમને દરરોજ સવારે ને સાંજે બે ટાઈમ અને સવારે નાહ્યા બાદ અને રાત્રે સુતા પહેલા હાથપગ અને ચહેરા પર મોશ્ચોરાઈઝર જરૂર લગાવો .એનાથી તમારી સ્કિન કોમળ રહેશે .

• ક્લીનઝિંગ :

વર્કિંગ વુમને ઓફિસ થી આવ્યા બાદ ક્લીનઝિંગ મિલ્ક થી ચહેરો સારી રીતે સાફ કરવો જોઈએ. જેનાથી ફેસ ની ડેડ સ્કિન નીકળી જાય છે અને ચહેરા પર તાજગી આવે છે.

• નેચરલ રહો :

ઘણી સ્ત્રીઓ ઓફિસ જતી વખતે પણ મેકઅપ માં થપેડા કરીને જતી હોય છે. ખરેખર એ દેખાવામાં જેટલી ઓડ લાગે છે એના કરતા સ્કિન ને બમણું નુકસાન પહોંચાડે છે.માટે ઓફિસ જતા જરૂરી ન હોય તો મેકઅપ અવોઇડ કરો અને જરૂરી લાગે તો એકદમ હળવો મેકઅપ કરી શકો છો.

• સનસ્ક્રીન લોશન :

અમુક મહિલાઓ ને ઓફિસ ની બહાર નીકળીને પણ આઉડોર વર્ક કરવું પડતું હોય છે. જેનાલીધે તડકામાં પણ ફરવું પડી શકે જેથી સૂર્યના અલ્ટ્રાવાયોલેટ કિરણો તમારી સ્કિન ને નુકસાન પહોંચાડી શકે છે માટે બહાર નીકળતા પહેલા ચહેરા અને હાથ પર સનસ્ક્રીન લોશન ચોક્કસ લગાવો.

• ચહેરા પર ઠંડા પાણીની છાલક મારો :

આ પણ એક અસરકારક ઉપાય છે સ્કિન ને તરોતાજા રાખવાનો. ઓફિસમાં કામ માંથી દર દોઢ બે કલાકે ટાઈમ લઈને ચહેરા પર ઠંડા પાણીની છાલક મારો . આમ કરવાથી તમે ચહેરા પર ફ્રેશનેશ અનુભવશો.

• તાણથી દૂર રહો :

હેલ્ધી સ્કિન માટે સૌથી અગત્યનું છે ટેનશન ફ્રી રહેવુ. માટે જો અંદર થી સ્કિન હેલ્ધી રાખવી હોય તો માઈન્ડ ને ફ્રેશ રાખો. ઓફિસ માં સ્ટ્રેસ તો બધાને હોય છે પરંતું એ સ્ટ્રેસ ને રિલીફ કરવાના પ્રયત્નો કરો તેમજ ફ્રેશ ફિલ કરાવો પોતાની જાતને .પછી જોજો ઓટોમેટિક સ્કિન પર ઇફેક્ટ દેખાશે જ.

આમ લેડિઝ ,ઓફિસ અને ઘર આ બંને ની સાથે સાથે તમારે પોતાનું પણ એટલું જ ધ્યાન રાખવાનું છે. બીજા બધા કામોની સાથે સાથે તમારી બોડી અને સ્કિન માટે પણ થોડો સમય કાઢતા રહો. જેથી તમારી સુંદરતા બરકરાર રહે.

SHARE
"Blogger since 2009" Rahul Panchal is a Creative Blogger by mind and a passionate Marketer by heart. He is Creative Designer, brand Lover, Copy Writer, Marketer and Spiritual Lover.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here