સોયાબીન નાચણી ની ગોળ પાપડી
¬ સામગ્રી :-
-
નાચણી નો લોટ 2 કપ
-
સોયાબીન 1 કપ
-
ગોળ ૧/૨ કપ
-
ઘી જરૂર મુજબ
-
ડ્રાય ફ્રુટ 1 કપ
¬ રીત :-
-
સૌ પ્રથમ સોયાબીન નો લોટ તૈયાર કરો.
-
ત્યાર બાદ એક કડાઈ માં સોયાબીન નો લોટ સેકી ને કાઢી લો.
-
પછી તે કડાઈ માં ઘી નાખી ને નાચણી નો લોટ સેકી લો. લોટ સેકવાની સુગંધ આવે ત્યાં સુધી સેકો.
-
પછી તેમાં સોયાબીન નાખી ને ફરીથી થોડું શેકવા દો.
-
પછી તેમાં ગોળ જીણો સમારીને નાખી દો . અને ગેસ બંદ કરી દો.
-
ત્યારબાદ તેમાં બાદમ, કાજુ, કીસમીસ, વગેરે મનગમતા ડ્રાય ફ્રુટ નાખી ને મિક્ષ કરો.
-
પછી ગોળ પાપડી ને થાળી માં ઠારી દો, અથવા મનગમતા પીસ પાડી દો.
-
તૈયાર છે ખુબ જ હેલ્થી સોયાબીન નાચણી ની ગોળ પાપડી.
¬ નોંધ:-
-
સોયાબીન નાચણી ની ગોળ પાપડી ખુબજ હેલ્થી છે.
-
બાળકો, પ્રેગ્નન્ટ લેડી અને અનીમીયા ના દર્દી ઓ માટે ઉત્તમ રેસીપી છે.
-
ગોળ નાખીને લાસ્ટ માં અડધો કપ માવો પણ નાખી શકાય.
-
સોયાબીન ના લેવા હોય તો એની જગ્યા એ ઓટ્સ પણ લઇ શકાય.