three biggest superstitious gujarati parents 

          આમ તો ઘણી બધી અંધશ્રધાઓ વિશે તમે સાંભળ્યું હશે પણ આજે અહિયાં કંઇક નવી અને અટપટી અંધશ્રધાઓ વિશે તમને જણાવું છું , આશા છે કે વાંચવાનો તમને આનંદ આવશે અને હસવાની મોજ પણ આવશે .

( ૧) લગન કરી દો છોકરો સુધરી જશે :

             છોકરા ઓ જયારે માંડ ૨૦ -૨૧ વરસ ના થાય કે આજુ બાજુ વાળા અને સગા સબંધીઓનો ત્રાસ એમની ઉપર વધી જતો હોય છે . આખો દિવસ ભણીને કંટાળ્યા હોય ત્યાં માંડ એવું થાય કે લાવ બહાર જરા આંટો મારી આવીએ તો થોડો મૂડ ફ્રેશ થાય , અને જેવ ઘરની બહાર પગ કાઢે ત્યાં પાડોશીઓ તૈયાર જ હોય . અલ્યા કાંતાબેન કહું છું સાંભળો છો , આ રમીલાબેન નો લાલો તો જુઓ આખો દિવસ રખડતો જ હોય છે ! અરે પણ શાંતિ થી જીવવા તો દો લાલા ને . અને એટલું ઓછું હોય ત્યાં આપણા સગાઓ જે ક્યારેય વ્હાલા લાગે એવું કામ કરતા જ ના હોય એમનું પણ ક્યાક થી એકાદ બાણ છૂટીને આવી જાય આપડા ઉપર , કે હે રમીલાબેન ! આ તમારા લાલિયા ના ભાઈબંધો કંઈ સારા નથી જેના રવાડે લાલો રખડતો હોય છે , એમની સોબતમાં ક્યાંક છોકરો હાથમાંથી જતો ના રે , એના કરતા એના લગન કરી દો એટલે સુધરી જશે . સાલુ આજ સુધી એ નથી સમજાયું કે સુધરવા માટે લગણ કરવા પડે અને કયો લાલો સુધરી ગ્યો લગન કરીને ?

(૨) છોકરો લગન પહેલા તો સાવ સીધો હતો લગન પછી બગડી ગ્યો :

           મને તો એ નથી સમજાતું કે જો લગન પહેલા સીધો ને લગન પછી બગડી ગ્યો તો શું એની બૈરી એ બગાડયો એને . સીધે સીધું બ્લેમ જ કરી નાખવાનું કોઈ ને . અલ્યા ભાઈ જે ૨૮ વરસ નો ઢાંઢો થયો તોય ના સુધર્યો એ લગન પછી સુધરી જાય મને એમ કો . પોતાના પાર્સલ મ ઠેકાણા ના હોય એટલે વાત જ આખી ઉંધી . સહેજ પત્ની નો પક્ષ લીધો એટલે વહુ ઘેલો થઇ ગ્યો કેવાય , બૈરી સિવાય તો એને કઈ દેખાતું જ નથી , આવુય સાંભળવાનું એને બોલો ! વાસ્તવ માં આ બધા ને ખૂંચતું એજ હોય કે એમના ઉપરથી હટી ને લાલો બૈરી ઉપર ધ્યાન આપતો થયો અને બૈરી ની કહ્યું કરે કે બૈરી ની વાત માને એટલે કે, કે લગન પછી બગડી ગયો છે પહેલા તો લાલો સાવ સીધો હતો.

(૩) અમારી છોકરી તો ગાય છે :

             આ વાકય તો છોકરી પક્ષ વાળા તરફથી ખાસ કરીને છોકરીના માં-બાપ ના મોઢે અવારવાર સંભાળવા મળતું હોય છે. આમ જોવા જઈએ તો આ પણ એક અંધશ્રધા જ કહેવાય ને, કેમ કે જયારે પણ પતિ પત્ની નો એકબીજા સાથે ઝઘડો થાય અને પત્ની મોટા મોટા આંસુડા લઇ એના માં-બાપ ને ફરિયાદ કરે કે તરત જ માં-બાપ આવી પહોંચે એની વાર લઈને ને જમાઈ નો તો બાપડા નો ઉધડો લઇ લે , કે જમાઈરાજ વાંક તમારો જ હશે , અમારી દીકરીને અમે જાણીએ ને ,એ કઈ બોલે જ નહિ . અમારી દીકરી તો ગાય છે ગાય ! બોલો, હવે આ લોકો ને કોણ સમજાવે કે એ રોજ આવીને જોવે તો ખબર પડે કે આ ગાય કેવા શીંગડા ભરાવે છે જમાઈ સામે . આપણે સહુ જાણીએ છીએ કે બે પક્ષે થોડી થોડી ભૂલ હોય તો જ વિવાદ થાય . પણ તોય માં – બાપ તો હેય ને માંડી પડે જમાઈ રાજ ની ધૂળ કાઢી નાખે અને પાછા કે , કે અમારી દીકરી તો ભોળી ગાય જેવી છે એનો કોઈ દી વાંક હોય જ નઈ ને . તો શું બાપડા જમાઈ નો જ બધો વાંક . તમારી દીકરી ગાય છે તો શું એ બાપડો આખલો છે !

               બોલો છે ને આ નકરી અંધશ્રધાઓ , બાકી બીજું ગમે તે હોય પણ તમને વાંચીને હસવું તો ચોક્કસ આવ્યું હશે આ પોસ્ટ . જો ખરેખર આ પોસ્ટ ગમી હોય તો એકલા એકલા ના હસતા તમારા મિત્રો સાથે પણ કરજો અને એમને પણ હસાવજો .

 

SHARE
"Life lover" Since Born. Rashmi Panchal is enthusiastic Gujarati Writer, Dancer, Copy writer, Singer. She used to spend her whole day on her hobby related works. She loves her Child most " Sneh"

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here