ઘણીબધી ગર્ભવતી સ્ત્રીઓ ને પ્રેગનેન્સી વખતે જીવ કચવાય અથવા તો મૂંઝાય તેવો અનુભવ થાય છે .જેને આપણે સાદી સરળ ભાષા માં ઉબકા આવવા એવું કહી શકીએ . એને સાયન્ટીફિક ભાષા માં મોર્નિંગ સિકનેસ કહે છે. જે હોર્મોન્સ ના બદલાવાથી , વિટામીન ની ઉણપ , લો બ્લડ પ્રેશર , તીવ્ર ગંધ , થાક , તણાવ વગેરે કારનો થી થાય છે . મોર્નિંગ સિકનેસ માં રાહત મેળવવા અહી કેટલાક ઉપાયો રજુ કરું છું જે આપણે ઉપયોગી થશે.

* ૫ એવા ઘરેલું ઉપાયો જે તમને મોર્નિંગ સિકનેસ થી બચાવશે :

(૧) આદુ વાળી ચા :

          આદુવાળી ચા તો આમ પણ સવાર સવાર માં ગમે તેવા ને સ્ફૂર્તિ લાવી દે છે , ત્યારે આદુવાળી ચા તમને ઘણો ફાયદો કરશે. જો તમે ગ્રીન ટી કે બ્લેક ટી પીતા હોવ તો તેમાં પણ તમે આદુ નાખીને પી શકો છો , જેનાથી તમારો જીવ કચવાતો બંદ થઇ જશે અને સ્ફૂર્તિ પણ અનુભવશો. આદુ સંપૂર્ણ કુદરતી પદાર્થ હોવાથી તેનાથી તમારા કે ગર્ભ માં રહેલા બાળક ના સ્વાસ્થ્ય ને કોઈ નુકશાન થશે નહિ. આ ઉપરાંત તમે આદુનો ટુકડો મીઠા વાળો કરીને પણ મોઢામાં રાખીને ચૂસતા રહો તોપણ ઉબકા આવતા બંદ થશે અને જીવ મુંઝાતો હશે એમાં પણ રાહત થશે.

(૨) પાણી :

           ગર્ભવતી સ્ત્રી એ પાણી પૂરતા પ્રમાણ માં પીતા રહેવું જોઈએ . જો ગર્ભવતી સ્ત્રી દરેક કલાકે એક ગ્લાસ પાણી પીતી રહે તો એની મોર્નિંગ સિકનેસ ની સમસ્યા ઘણા અંશે મટી શકે છે. જેટલું પાણી વધારે પીવાશે એટલું યુરીન પણ સાફ આવશે જેથી કોઈ અન્ય ચેપ લાગવાનો ભય પણ નહિ રહે.

(૩) ભૂખ્યા ના રહો :

          અગર તમે એવું વિચારો છો કે ગર્ભાવસ્થા દરમિયાન તમે ભૂખ્યા રહીને કામ જ કર્યા કરો તો એ યોગ્ય નથી . ખાવાનું ભાવે કે ના ભાવે પણ દિવસ દરમિયાન થોડું થોડું ખાતા રહેવું જોઈએ . જો તમે ભૂખ્યા રહેશો તો મોર્નિંગ સિકનેસ તો રેહવાની જ . માટે અખરોટ, કાજુ બદામ, ફ્રુટ્સ વગેરે થોડા થોડા સમયે ખાતા રહેવું જોઈએ , તેમજ ભૂખ લાગે એટલે હળવો નાસ્તો પણ કરી લેવો જોઈએ. તમે થોડું થોડું ખાશો તો ખવાશે પણ વધારે અને ભારે પણ અહી પડે પેટમાં . માટે જો મોર્નિંગ સિકનેસ થી બચવું હોય તો એક વાત યાદ રાખો કે ભૂખ્યા ના રહેશો.

(૪) પોષ્ટિક ભોજન લો :

         મોટા ભાગે ગર્ભવતી સ્ત્રીઓ એ તળેલા ખોરાક ની સ્મેલ ઓછી ગમે છે , એ સ્મેલ આવતા જ તેમને જીવ કચવાવા લાગે છે અને મૂંઝારો થવા લાગે છે. આમપણ વધારે પડતા મસાલેદાર , તળેલા અને બહાર ના પેકેટ વાળો ખોરાક ગર્ભાવસ્થા દરમિયાન ન લો અથવા ખુબજ ઓછો લો એજ સ્વાસ્થ્ય માટે સારું છે . એના કરતા ઘરનું સ્વાદિષ્ટ તેમજ સુધ્ધ ભોજન લો જેનાથી તમારું સ્વાસ્થ્ય પણ જળવાશે અને મોર્નિંગ સિકનેસ માં પણ રાહત રહેશે .

(૫) લીંબુ :

            લીંબુ મોર્નિંગ સિકનેસ માટે નો અકસીર ઈલાજ છે , જયારે પણ ગર્ભાવસ્થા માં તમારો જીવ મુંઝાતો હોય , ઉબકા આવતા હોય ત્યારે લીંબુ સુંઘવાથી , લીંબુ ચૂસવાથી અથવા લીંબુનું કોઈપણ પીણું પીવાથી તમને રાહત થશે. લીંબુ માં વિટામીન સી હોવાથી તે મોર્નિંગ સિકનેસ માં લાભદાઈ થઇ શકે છે.

         આ ઉપાયો ભલે તમે ૧૦૦% રીઝલ્ટ ન આપે પરંતુ એ તો ચોક્કસ છે કે તમને આનાથી ફાયદો અને રાહત જરૂર થી થશે . તો જરૂરથી અપનાવો આ ઘરેલું ઉપાયો અને મેળવો મોર્નિંગ સિકનેસ થી છૂટકારો.

SHARE
"Life lover" Since Born. Rashmi Panchal is enthusiastic Gujarati Writer, Dancer, Copy writer, Singer. She used to spend her whole day on her hobby related works. She loves her Child most " Sneh"

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here