∝ મમ્મી બન્યા પછી પણ બની રહો ફિટ એન્ડ બ્યુટિફુલ

 

       માઁ બનવું એ દરેક સ્ત્રી માટે ગૌરવની વાતછે. એક સ્ત્રી ત્યાં સુધી અધૂરી હોય છે જ્યાં સુધી એ માં ના બને. પરંતુ એનો અર્થ એતો નથી જ કે એ માતૃત્વ ધારણ કર્યાં બાદ પોતાની જાતને જ ભૂલી જાય. બાળક પાછળ તો દરેક માં ઘેલી હોય છે પરંતુ સાથે સાથે એણે પોતાની જાતે પ્રત્યે દુર્લક્ષ ના સેવવું જોઈએ. સામાન્ય રીતે જોવા જઈએ તો ઘણી સ્ત્રીઓ એવું માનતી હોય છે કે પ્રેગનેન્સી પછી કે માં બન્યા બાદ સૌન્દર્ય જળવાશે નહી અને એમાંય આજે તો મોટા ભાગની સ્ત્રીઓ પરિપક્વતા આવ્યા બાદ ઘણી મોટી ઉંમરે લગ્ન કરતી હોય છે તો એવામાં એમને આ ડર સતાવતો હોય છે કે માં બન્યા બાદ પોતેપહેઅ જેવી સુંદર નહિ રહે તો એમને મારે બસ એટલું જ કહેવું છે કે માં બનવાથી તો ઉલટાનો આપણી ખુબસુરતી માં વધારો થશે ના કે ઘટાડો. માં બન્યા બાદનું એક સ્ત્રીના ચહેરાનું તેજ કંઈક ઔર જ હોય છે.

          રહી વાત ખુબસુરતી ટકી રહેવાની તો એતો તમે માં નહિ બનો તોપણ કઈ કાયમ તો રહેવાની નથી જ. એના કરતા તો માં બન્યા બાદ જે ગ્લો(ચમક) તમારા ચહેરા પાર આવે છે એ કેવી રીતે ટકાવી રાખવી એના વિશે વિચારો. મોટાભાગે ઘણી સ્ત્રીઓ ત્રીસ વર્ષ વટાવે પછી તેમની ત્વચા શુષ્ક અને નિસ્તેજ થઇ જાય છે , એનું ખાસ તો એ કારણ પણ છે કે તેઓ ઘરકામ અને બાળકો માં એટલી બિઝી થઇ જાય છે જાય છે કે તેઓ પોતાના સ્વાસ્થ્ય અને સુંદરતા તરફ તો ધ્યાન જ નથી આપતી. પરિણામે તેઓ સતત ચિંતિત રહ્યા કરે છે અને એમના મનમાં એ વિચાર પણ ઘર કરી જાય છે કે પતિ તરફથી પોતાને જેવું જોઈએ એવું અટેંશન નથી મળતું. એનું કારણ તમે માં બન્યા એ નથી પરંતુ તમારું તમારા જાત પ્રત્યે નું દુર્લક્ષ છે.

 1) બ્યુટીકેર

        સાચું છે કે સુંદર દેખાવું કોને ના ગમે ! પરંતુ ,દરેક સ્ત્રી એ કોઈ પણ ઉંમરે પોતાની સુંદરતા માટે પોતે જાગ્રત રહેવું ખરેખર ખુબજ આવશ્યક છે. ત્વચાનું મોશ્ચર જળવાઈ રહે એ માટે દરરોજ હાથ પગ અને ચહેરા ને સ્વચ્છ પાણીથી ધોયા બાદ મોશ્ચોરાઇઝર ક્રીમ લગાવો. સમયાંતરે બ્યુટીપાર્લરમા જઈ ફેશિયલ કરાવતા રહો, જો એ પસંદ ના હોય અથવા તો કોઈ પ્રકારની સ્કિન એલર્જી હોય તો તમે ઘરે પણ ફ્રેશ ફ્રૂટના પલ્પ થી ફેશિયલ કરી શકો છો. એનાથી તમારી ત્વચામાં કસાવ આવશે અને તમે વધુ તરોતાજા અને ખુબસુરત દેખાશો.ચહેરા પર સુંદરતા ત્યારે જ દેખાશે જયારે તમે અંદરથી પણ ખુશ હોવ એટલે હંમેશા ખુશ રહો અને હસતા રહો પછી જુઓ તમારો ચહેરો પણ કેવો ખીલી ઉઠે છે.

2) ટાઇમસર અને યોગ્ય આહાર

           દરરોજ સવારે લાઈટ બ્રેકફાસ્ટ પણ ખુબજ આવશ્યક છે, રોજ સવારે ચા કે દૂધ સાથે થોડો હળવો નાસ્તો કે પછી ફ્રૂટ જ્યુસ લેવાનું રાખો એનાથી તમારા બોડી નું એનર્જી લેવલ બેલેન્સ રહેશે અને રોજ સવારે બાળકોને સ્કુલ માટે રેડી કરવાના , પતિ નું ટિફિન અને ઘરના બીજા કામ તમે એનર્જી સાથે કરી શકશો. કેમકે ભૂખ્યા પેટે આટલી ભાગદોડ તમે કરશો તો હેલ્થને નુકસાન થશે,ત્યારબાદ એ ખાસ ધ્યાન રાખો કે તમે એવો ખોરાંક લો છો જમવામાં . ડિલિવરી બાદ ઘણી વુમેન્સ ની એ ફરિયાદ હોય છે કે ચરબી ખુબ વધી જાય છે શરીર પર અથવા તો ઘણી મહિલા ઓ તો સ્થૂળતા નો શિકાર પણ બની જાય છે તો આવી મહિલાઓ અને બીજી દરેકે મહિલાઓએ એ જાણવું ખુબજ જરૂરી છે કે અમુક ઉમર પછી જેવી કે 35 વટાવ્યા બાદ કે માતૃત્વ ધારણ કર્યાના થોડો સમય બાદ ખાવા પીવાં માં ખુબજ કાળજી રાખવી જોઈએ જેમકે અતિશય ચરબીયુક્ત હોરાક ના ખાવો જોઈએ ઘી અને તેલ નું પ્રમાણ રોજિંદા આહારમાં નહિવત કરી દેવું જોઈએ. બીજું એ કે આજકાલ મહિલાઓ જંક ફૂડ પાછા પણ ક્રેઝી છે તો એમાં પણ શક્ય હોય તો કંટ્રોલ રાખવો જોઈએ. રોજ ફ્રૂટ્સ , ગ્રીન વેજીટેબલ્સ નો ખોરાકમાં ઉપયોગ કરવો જોઈએ અને સવાર સાંજ બે ટાઈમ દૂધ પણ પીવું જોઈએ જેનાથી તમારા બોડી માં રહેલી કેલ્શિયમ અને વિટામિન્સ ની ઉણપ દૂર થાય અને શરીર સ્વસ્થ રહે.

3) વ્યાયામ

          સૌથી છેલ્લી પણ મહત્તવની બાબત છે વ્યાયામ. વ્યાયામ એ તમારી બોડી ને ઓલવેઝ મેઈન્ટેઈન રાખશે. સ્ત્રીઓ ઘરકામ નું બહાનું કાઢીને એક્સરસાઇઝ થી હંમેશા દૂર ભાગે છે. પરંતુ એક્સરાઇઝ તમારા શરીર ને દરેક ઉંમરે ફિટ રાખે છે એ ના ભૂલશો. દરરોજ સવારે થોડો પ્રાણાયામ , યોગ અને હળવી કસરતો કરો. એનાથી તમારું શરીર તેમજ મન બંને પ્રફુલ્લિત રહેશે અને આખો દિવસ માટે તમારી બોડી એનર્જેટીક બની રહેશે. આ ઉપરાંત અમારા પહેરવેશ અને સાજ-સજજા પાછળ પણ થોડી સમય આપો. એવું નહીકે માત્ર ઘરકામ અને બાળકો. પતિ ને પણ લાગવું જોઈએ કે હજી પણ તમે એવા જ છો કે જેવા લગ્ન પહેલા હતા. ઘરકામ અને બાળક માંથી પરવારીને તમને મનગમતી પ્રવૃત્તિ કરો જેવાકે પેઇન્ટિંગ, આર્ટ એન્ડ ક્રાફટ , એવું કંઈક રો જે તમને ગમે તમને ખુશી આપે. થોડો સમય પોતાના માટે પણ જીવી લો. એવું ક્યારેય ના વિચારો કે હવેતો લગ્ન થઇ ગે બાળકો થઇ ગયા તો શું તૈયાર થઈને રહેવું , ટીપટોપ રહેવું? સાજ શણગાર તો નારી નો અધિકાર છે અને સાચું કહું તો શૃંગાર વિના તો નારી પણ અધૂરી છે. એટલ વધારે નહિ પરંતુ ઉંમરને શોભે એટલો અને સુંદરતા છળકે એટલો શૃંગાર તો દરેક સ્ત્રી એ કરવો જ જોઈએ.

        તો લેડીઝ એન્ડ મમ્મીઝ આટલા સજેશન્સ ફોલો કરી જોવો પછી જો જો તમે ફેટી અને ટીપીકલ ટાયર્ડ મમ્મી નહિ પરંતુ આજકાલ ની જનરેશન ને ગમે એવી સંતૂર મમ્મી લાગશો અને પતિ પણ પાછળ ફરતા અને વખાણ કરતા નહી થાકે કે, ડીયર ! યુ આર સ્ટીલ સો બ્યુટીફૂલ લાઈક બીફોર .

SHARE
"Life lover" Since Born. Rashmi Panchal is enthusiastic Gujarati Writer, Dancer, Copy writer, Singer. She used to spend her whole day on her hobby related works. She loves her Child most " Sneh"

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here