care while doing massage to Child

       માં માટે તેનું બાળક એ દુનિયા માં સૌથી વધારે મહત્વનું છે. એના ઉછેર માં એ ક્યાય કચાશ રાખવા માંગતી નથી. દરેક માં એવું ઈચ્છતી હોય છે કે તેનું નવજાત બાળક સ્વસ્થ અને તંદુરસ્ત રહે. તેની શારીરિક અને માનસિક વિકાસ નિયમિત રીતે થતો રહે . આ માટે નવજાત શિશુ ને માં ના દૂધ ની સાથે સાથે પોષ્ટિક આહાર તેમજ નિયમિત શરીર ની માલીશ એટલે કે મસાજ પણ જરૂરી છે.

          બાળક જન્મે એટલે આપણે શરૂઆત માં તો માલિશ વાળી બાઈ જોડે તેને માલિશ કરાવીએ છીએ , પરંતુ થોડા સમય બાદ જયારે બાળક બે ચાર મહિના નું થાય ત્યારે માં એ જાતે જ બાળક ની માલીશ કરવી જોઈએ . કેમ કે ખરેખર જોવા જઈએ તો માલિશ દ્વારા માં અને બાળક વચ્ચે સ્પર્શનો ભાવાત્મક સંબંધ કાયમ થાય છે.કેમ કે યોગ્ય માલિશથી બાળક ના હાડકા અને માંસપેશીઓ મજબૂત બને છે . તેમજ તેની પાચનક્રિયા સરળ બને છે . વિશેષગ્યો નું તો માનવું છે કે નિયમિત પણે માલીશ કરવાથી શિશુ નું વજન તો વધે જ છે સાથે સાથે તેનો માનસિક વિકાસ પણ યોગ્ય રીતે થાય છે . જે બાળકો ની નિયમિત રૂપે માલીશ કરવામાં આવતી હોય છે તેઓ ની શારીરિક અને માનસિક વૃધ્ધિ બીજા બાળકો ની તુલના માં ઝડપથી થાય છે.

માલિશ કરવાની યોગ્ય રીત :

      યોગ્ય રીતે કરેલી માલિશ બાળક ને આરામ તો આપે જ છે સાથે સાથે તેની ત્વચા ને કોમળ અને મુલાયમ પણ બનાવે છે . માલિશ કર્યા બાદ બાળક ગાઢ ઊંઘ લે છે , જે તેના સ્વાસ્થ્ય માટે ખૂબજ ઉપયોગી છે. બાળક ની માલિશ કરો ત્યારે શું શું ધ્યાન માં રાખવું જોઈએ એ માટે કેટલીક ઉપયોગી ટીપ્સ અહી આપી છે તે ખરેખર તમને ઉપયોગી થશે.

=>માલિશ કરતી વખતે આટલું ધ્યાન રાખો :

* જયારે પણ બાળક ની માલિશ કરો ત્યારે શાંતિ થી સમય કાઢીને કરો.

* માલિશ કરતી વખતે જો બાળક ખૂબજ રડતું હોય તો તેને જબરદસ્તી માલિશ ન કરશો.

* બાળક ની માલિશ ત્યારે જ કરો જ્યારે તે ભૂખ્યું હોય અથવા એના ખાધા ના એક કલાક બાદ માલિશ કરો.

* માલિશ કર્યા બાદ બાળક ને તરત જ ન નવડાવો .

* બાળક ની તબિયત સારી ન હોય ત્યારે તેની માલિશ ન કરો.

* શિશુ ની માલિશ પવન આવતો હોય એવી જગ્યા એ ન કરતા બંદ ઓરડા માં કરવી વધારે યોગ્ય છે.

* માલિશ કરવા માટે હંમેશા સારી ક્વોલીટી નું તેલ જ વાપરો. જેથી બાળક ને કોઈ પ્રકાર ની સ્કીન એલર્જી ન થાય .

* બાળક ની માલિશ કરતી વખતે તેને વાતોમાં વળગેલુ રાખો અથવા તો હળવું મ્યુઝીક વગાડો , જેનાથી બાળક આસાની થી માલિશ કરવા દેશે .

* માલિશ કરતી વખતે તમારા હાથ ની બંગાળી , વીંટી વગેરે ઉતારી અને પછી માલિશ કરો.

* જો તમારા નખ વધેલા હોય તો એને કાપીને પછી જ બાળક ની માલિશ કરો , જેથી એને વાગવા નો ભય ન રહે.

* બાળકો ખૂબજ નાજુક હોય છે માટે ખુબજ હળવા હાથે તેમની માલિશ કરો.

=> માલિશ ના લાભ :

* નિયમિત રૂપે માલિશ કરવાથી બાળક ની માંસપેશીઓ અને સાંધાઓ માં લચક બની રહે છે.

* જો બાળક દુબળું પાતળું હોય તો માલિશ થી તેનું વજન વધે છે અને તેનો થાક દૂર થાય છે .

* માલિશ કરવાથી બાળક નો મૂડ ફ્રેશ થઇ જાય છે અને તેની ઊંઘ પણ સરસ આવે છે.

* નિયમિત રૂપે માલિશ કરવાથી બાળક નું પાચનતંત્ર મજબૂત બને છે તેમજ તેની રોગ પ્રતિકારક ક્ષમતા પણ વધે છે.

* માલિશ કરવાથી બાળક ની શારીરિક ગતિવિધિઓ નો ઝડપથી વિકાસ થાય છે.

* માલિશ કરવાથી બાળક ની ત્વચા સોફ્ટ અને ચમકદાર બને છે.

        તો તમે પણ તમારા શિશુ ની માલિશ કરીને તેને બનાવો સ્વસ્થ અને મજબૂત . કેમ કે માલિશ તમારા બાળક ને બનાવશે સ્ટ્રોંગ એન્ડ હેલ્ધી .

SHARE
"Life lover" Since Born. Rashmi Panchal is enthusiastic Gujarati Writer, Dancer, Copy writer, Singer. She used to spend her whole day on her hobby related works. She loves her Child most " Sneh"

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here