અત્યારે લીવ ઇન રીલેશનશીપ , લવ અફેર , લવ મેરેજ અને ડિવોર્સ આ બધું સામાન્ય બની ગયું છે . લવ મેરેજ માં પણ એક મહિનામાં અંડસ્ટેન્ડિંગ પ્રોબ્લેમ્સ થવા લાગે છે તો અરેન્જ મેરેજની તો વાત જ શું કરવી. આજના જમાના માં કપલ્સ જેટલા ઝડપી મળતા નથી એના કરતા વધારે ઝડપથી તો અલગ થઇ જાય છે . પણ આ બધા ની વચ્ચે અમુક કપલ્સ એવા પણ હોય છે જે સારી રીતે વિવાહિત જીવન જીવીને સમાજ માં એક આદર્શ દંપતી તરીકે નો દાખલો બેસાડે છે . આ કપલ્સ કઈ અલગ નથી હોતા. આપણા માંથી જ કોઈ એક હોય છે , તોપણ કઈ ખાસિયતો ના લીધે એ બધા થી અલગ હોય છે . આવો જાણીએ કે કેમ હોય છે આવા કપલ્સ ની મેરીડ લાઈફ સક્સેસફૂલ .

1∞  હું અને તું નહિ આપણે :

એક સફળ દંપતી હોવા માટે સૌથી મહત્વની બાબત છે કે તમે બે અલગ અલગ નહિ પણ એક છો એવું સ્વીકારો. કોઈપણ બાબતે એકબીજા કરતા ચડિયાતા હોવાની જીદ કે હોડ આવા કપલ્સ માં હોતી જ નથી. એ એકબીજા ના સાથ થી આગળ વધવાનું પસંદ કરે છે . આ સિવાય તેઓ એકબીજાના વિચારો તેમજ લાગણીઓને પણ માન આપે છે .એવું નથી આવા કપલ્સ ની લાઈફ માં ઝઘડા નથી થતા , પરંતુ તેઓ એકબીજા પર આરોપ પ્રત્યારોપ કરવા કરતા એકબીજા ની વાત સાંભળી અને સમજીને કોઈપણ વિવાદ નો અંત લાવે છે અને વિવાદ ને આગળ વધવા દેતા નથી . એક સફળ દંપતી ક્યારેય એકબીજાના પ્રતિસ્પર્ધી નહી પરંતુ એક સાચા સલાહકાર અને દોસ્ત હોય છે . આવા દંપતી કોઈપણ પરિસ્થિતિ ને સમજી તેમના સાથી નો હમેશા સાથ આપે છે તેમજ તેમને સમજવાનો પણ પૂરેપૂરો પ્રયાસ કરે છે .

 

2∞  એકબીજાની ગઈકાલ ને આજ પર હાવી થવા દેતા નથી :

એક સાચું અને સફળ દંપતી એનેજ કહેવાય જે વિવાહ પછી પોતાના લાઈફ પાર્ટનર ને પૂરેપૂરું વફાદાર હોય. એવું નથી હોતું કે આવા લોકો ની લાઇફમાં મેરેજ પહેલા કોઈ નથી હોતું અથવા તો કોઈ એવો પ્રસંગ એમના જીવનમાં બન્યો જ નથી હોતો.પરંતુ એક સાચો જીવનસાથી પોતાના પાર્ટનર થી કોઈ વાત છૂપાવતો નથી તેમજ લગ્ન પહેલા ની બધી જ વાતો તેને સહજતાથી કહી દે છે. તેમજ સામે પક્ષે તેનો પાર્ટનર પણ તેને સમજી તેના વિશ્વાસ ને સદાય સમર્થન અને મજબૂતી આપે છે અને આમ તેમનું લગ્નજીવન સરસ રીતે પાર પડે છે. આવા કપલ્સ કયારેય એક બીજાના પાસ્ટ ને વખોડતા નથી કે તેમના જીવનસાથી ની ભાવનાઓને ઠેસ પહોંચાડતા નથી.

 

3∞  પોતાની ભૂલ સ્વીકારવામાં સંકોંચ ન હોય :

દરેક નોર્મલ કપલ્સ ની જેમ આવા દંપતી ઓ માં પણ ક્યારેક મતભેદ કે સામાન્ય દલીલબાજી થતી રહે છે . પરંતુ આવા કપલ્સ બીજા કપલ્સ ની જેમ પોત પોતાનો ઈગો લઈને બેસી નથી રહેતા . તેઓ દલીલ શાંત થયા બાદ જો પોતાની ભૂલ જણાય તો માફી માંગી ને ભૂલ સ્વીકારતા પણ અચકાતા નથી . જનરલી આપણે જોઈએ છીએ કે ક્યારેક નાનો નાનો ઝઘડો પણ ઈગો પ્રોબ્લેમ ના લીધે મોટું સ્વરૂપ લઇ લેતો હોય છે , એવામાં એક સમજદાર દંપતી એને જ કહેવાય કે એ સામે વાળા પાર્ટનર ની સોરી ની રાહ જોવામાં અને પોતાનો અહમ સંતોષવામાં ટાઈમ બરબાદ ન કરતા પોતે જ પહેલ કરીને વિવાદ નું સમાધાન કરે .

 

4∞  એકબીજા ની અન્ય સાથે તુલના નહિ :

તમારું જીવનસાથી જેવું છે એ તમે જ પસંદ કરેલું છે , માટે ક્યારેય કોઈ બીજી વ્યક્તિ સાથે તમારા લાઈફ પાર્ટનર ની તુલના ન કરો. ઘણીવાર આપણે જોઈએ છીએ કે પતિ પોતાની પત્નીને લઈને કમેન્ટ્સ કરતા કે કમ્પેરીઝન કરતા હોય છે કે તારું શરીર તો જો  કેટલું વધી ગયીં છે . મીસીસ વર્મા જો કેટલું સરસ મેઈનટેન રાખે છે પોતાને . સામે પત્ની ઓ પણ કઈ ઓછી ઉતરતી હોતી નાથીઓ તેઓ પણ પતિ ને સંભળાવાનો લગ છોડતી નથી , કહું છું સાંભળો છો , આપણા બાજુ વાળા રાજેશભાઈ એ એમના વાઈફ ને એનીવર્સરી પર કેટલો મસ્ત ડાયમંડ સેટ ગીફ્ટ કર્યો છે અને તમને તો મારી બર્થ ડે પણ યાદ રહેતી નથી . તો કપલ્સ , સકસેસફૂલ કપલ્સ ના જીવનમાં આ બધી બાબતો ગૌણ હોય છે . તેમના જીવનમાં ફક્ત તેઓ બંન્ને જ મેટર કરે છે . બીજી વ્યક્તિ ઓ શું કરે છે એના થી એમને કોઈ જ નિસ્બત નથી હોતી. તેઓ ને એક બીજા માટે પ્રેમ દર્શાવવા ગીફ્ટ કે ઓકેશન ની જરૂર નથી હોતી. તેઓ તો જીવનના દરેક તબ્બકે એમની મેરેજ લાઈફ ને સેલીબ્રેટ કરે છે .

 

5∞  એકબીજા ના પ્રેમભર્યા વખાણ :

એવું નથી કે એકબીજા ને ખુશ કરવા પતિ – પત્ની એકમેક ના ખોટેખોટા વખાણ કરે રાખે . પરંતુ, જયારે તમને તમારા જીવનસાથી ની કોઈ બાબત , કોઈ કામ અથવા તો એનું કોઈ સારું વર્તન ગમે તો ચોક્કસ એના વખાણ કરો .કેમ કે તમેં પણ જાણતા હશો અને એને પણ ખબર હશે કે એ વખાણ ઉપરછલ્લા નથી પરંતુ ખરેખર એક દિલથી આપેલું પ્રોત્સાહન છે . મારું તો માનવું એ છે કે જો બે મીઠા શબ્દો થી કે જેનો ખરેખર સામેવાળી વ્યક્તિ ખરેખર હકદાર છે અને એનાથી જો એને ખુશી મળી શક્તિ હોય તો શું કામ એ માં કંજુસાઈ ? સમયાંતરે સંબંધો ના પુષ્પો ને તરોતાજા અને મહેકતા રાખવા જો એમાં થોડોઘણો મીઠા શબ્દો કે વખાણ નો ફુવારો મારવો પડે તો એમાં કશું જ ખોટું નથી .

 

તો કપલ્સ , જો તમારે પણ બીજા યુગલો માટે એક ઉદાહરણ બનવું હોય તો આ વાતો ખરેખર તમને ઉપયોગી થઇ શકે છે . તેમજ તમે પણ તમારી બોરિંગ મેરીડ લાઈફ ને હેપી બનાવી શકો છો , બસ થોડાક જ સારા બદલાવ થી . તો રાહ કોની જુઓ છો. આજ થી
લાગી જાઓ તમાર લગ્નજીવન ને સવારવામાં અને બની જાઓ એક કૂલ એન્ડ બેસ્ટ કપલ .
SHARE
"Life lover" Since Born. Rashmi Panchal is enthusiastic Gujarati Writer, Dancer, Copy writer, Singer. She used to spend her whole day on her hobby related works. She loves her Child most " Sneh"

1 COMMENT

 1. હવે મારી જ વાત કરું,
  મારા લગ્નને સાતમું વર્ષ ચાલે છે,પત્નીએ લગ્ન પહેલાની જે વાત હતી એ એક વર્ષ પછી જણાવી દીધી મને, કે કોઈ એવા રિલેશન નહોતા જેનાથી સંસ્કાર અને લાગણી હણાય,ફક્ત વાતચીતનો સબંધ જ હતો,આ વાત મને માન્યામાં ના આવી,એટલે મેં એને પિયરમાં રેવાની ના પાડી,પણ તે વારંવાર પૂછ્યા વગર જતી રહેતી અને બે દિવસ માટે મોકલી હોય તો ભલે બે દિવસ રહી આવતી રહીશ પણ ત્યાં ગયા પછી કોઈ કોન્ટેક જ ના કરે અને હું ફોન કરૂ તો એમ કે કે હજી તો અઠવાડિયું રહેવાનું છે, મને તાવ આવ્યો છે, થાક ખાવા દો, આટલી દલીલો કરે તો આના પર વિશ્વાસ જ કેવી રીતે મુકાય?

  એ વારંવાર એવું કરવા લાગી એટલે મેં એને કહ્યું જો તું ત્યાં આવી રીતે વારંવાર જઈશ ને તો તને સંતાન નઈ આપું

  આજે સાતમું વર્ષ ચાલે છે બાળક નથી આપ્યું મેં

  હવે તે એક દિવસ આવી રીતે પિયરમાં જતી રહી અને એક મહિનો રહી એવા સમયે મેં એને કહ્યું કે તારે આવવું હોય તો જાતે આવી જા હું લેવા નઈ આવુ તો એ ના આવી પૂરો એક મહિનાથી વધારે ત્યાં રહી

  એ સમયે તેના ભૂતપૂર્વ પ્રેમીએ આને મોબાઈલ નંબર મોકલાવ્યો અને એણે નંબર લઇ લીધો
  શુ કામ નંબર લીધો હશે એણે મારી કે ભવિષ્યમાં પકડાઈ જવાની બીકની ચિંતા જ નઈ કરી હોય કે એ પહેલેથી જ દગાબાજ હશે, કે એને ભૂલી જ નઈ શકી હોય આટલા વર્ષો પછી પણ
  ?

  આણે અંદાજીત 10 વાર ફોન કર્યા છે અને એ પણ સામેથી અને હજી પણ તે એમ જ કહે છે કે મેં ફોનમાં ફક્ત કેમ છે મજામાં બસ આટલી જ વાત કરી છે અને બીજો કોઈ સબંધ રાખ્યો નથી,

  તો શું આ મહિનો ત્યાં રહી અને મોબાઈલ નંબર લીધો તો સંપર્ક પણ થયો જ હશે ને ?

  તો હું એમ જાણવા માંગુ છું કે આટલા વર્ષો પછી એ એના કોન્ટેકમાં આવી તો આ બન્ને રિલેશનશિપમાં હશે જ ને ?

  વળી આ છોકરો પણ વિવાહિત અને એક 4 વર્ષના બાળકનો પિતા છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here