tips women can save water gujarati

 ‘ જળ એજ જીવન ‘ અથવા ‘ પાણી બચાવો જીવન બચાવો ‘ જેવા સૂત્રો તો આપણે ઘણી જગ્યાએ અને ઘણી વાર વાંચતા હોઈએ છીએ પણ શું આપણે એ સૂત્રો નો અમલ પણ કરીએ છીએ કે નહિ ? આપણે સૌ જાણીએ છીએ કે પાણી આપણા સૌ માટે કેટલું ઉપયોગી છે , એના વિના તો જીવનની કલ્પના પણ શક્ય નથી , તોપણ ઘણી ગૃહિણીઓ પાણીનો બગાડ કરે છે , પાણીનો જરૂર પુરતો ઉપયોગ તો કરવો જ જોઈર પરંતુ બહેનો શું તમે જાણો છો કે ભારત ના અમુક રાજ્યો એવા પણ છે જ્યાં પીવા ના પાણી ના પણ ફાંફા છે . આપણે તો સીધું નળ ચાલુ કરો અને પાણી મળી જાય પણ એવી ઘણી જગ્યાઓ છે જ્યાં હજુ પણ સ્ત્રીઓને માથે બેડા ઉપાડીને કેટલાય ક્કીલો મીટર ચાલીને પાણી ભરવા જવું પડે છે . એમને પૂછશો તો પાણી ની સાચી કિંમત સમજાશે .

      પાણી એ જીવન ની પ્રાથમિકતા છે પરંતુ એની મહત્તા સમજ્યા વિના કેટલીક સ્ત્રીઓ જેમ ફાવે એમ પાણી નો વ્યય કરે છે અને પાણી વેડફી ને એમને કોઈ ફાયદો નહી ઉલટાનું નુકશાન જ છે , આજ પાણી જો તેઓ કરકસર પૂર્વક વાપરે તો તે બીજા માટે કેટલું ઉપયોગી થાય એ એમને સમજવું જોઈએ .

=> સ્ત્રીઓ દ્વારા પાણીનો ઉપયોગ અને દુરુપયોગ :

* કપડા ધોતી વખતે :

         ઘણી સ્ત્રીઓ કપડા ધોતી હોય ત્યારે એટલું બધું પાણી ઢોળતી હોય છે જાણે કે એકલા વધારે પાણી માં ધોવાથી કપડા વધારે ઉજળા થઇ જવાના હોય ! કપડા ધોવા માટે વધારે પાણી વેડફવવા ની જગ્યા એ પૂરતું જ પાણી વાપરો અને હાથે થી સારી રીતે રગડીને ધોશો તો કપડા સ્વચ્છ થઇ જશે . કેટલીક સ્ત્રીઓ તો બે ત્રણ બાલદી મા કપડા તારવ્યા બાદ ફીણ ન નીકળે તો પણ બીજી ચાર બાલદી ભરીને એમાં તારવશે , આ પાણી નો ખોટો બગાડ જ છે . કપડા ધોવા માટે જરૂર પૂરતું જ પાણી વાપરો .

* બાળકો ને નવડાવતી વખતે :

         કેટલીય વાર આપણે જોઈએ છીએ કે અમુક મહિલાઓ બાળકોને બાથરૂમ માં નવરાવી રહી હોય એની સાથે સાથે બીજા ચાર કામ પણ કરતી હોય છે , જેવા કે એક બાજુ ગેસ પર કૂકર ચડાવ્યું હોય અથવા મશીનમાં કપડા ધોવા નાખ્યા હોય ત્યારે બાળકો ને નવડાવતા નવડાવતા કેટલીય વાર ઉભી થતી હોય ત્યાં પાણી નો નળ ખુલ્લો મૂક્યો હોય એમાં ટબ ઉભરાઈને જતું હોય અને કેટલુય પાણી આમ વહી જાય. મહિલાઓ જ્યારે પણ બાળકો ને નવડાવે ત્યારે એક બે બાલદી પહેલેથી જ ભરેલી રાખે , જેથી પાણી નો ખોટો વ્યય અટકે .

* ફર્શ કે લાદી ધોતી વખતે :

        ઘણીવાર તમે જોશો કે સ્ત્રીઓ ફર્શ ધોતી હોય ત્યારે ડોલે ડોલે પાણી રેડતી હોય છે એની જગ્યાએ જો તેઓ નાનું ટબ લઇ પાણી જોવે એમ રેડીને ફર્શ ધોવે તો પાણીનો બગાડ ઓછો થાય અને શક્ય હોય તે જગ્યા એ થોડુ પાણી લઇ પોતું ફેરવી લેવું. કપડા ધોયેલા પાણી નો ઉપયોગ પણ લાદી કે ફર્શ ધોવા માટે કરી શકાય , જેથી ઓછા માં ઓછું ચોખ્ખું પાણી વપરાય .

* બગીચા માં પાણી પીવડાવતી વખતે :

        બાગ બગીચા ઘર આંગણે કોને ન ગમે ? અને એ પણ લીલાછમ હોય તો જ . હવે તમે કેહશો કે બાગબગીચા હર્યાભર્યા રાખવા હોય તો પાણી તો પીવડાવું જ પડે ને! એ વાત સાચી પણ કેટલીક મહિલાઓ બાગમાં પાણી પિવડાવવા માટે સીધી પાણીની પાઈપ લઈને કુંડાઓમાં મૂકી દે છે અને પછી કાંતો બીજા કામો માં લાગી જાય કાંતો ફોન પર બીઝી થઇ જાય અને પેલું પાણી એમજ વહે જતુ હોય , તમે જ કહો આમાં કેટલું બધું પાણી બરબાદ થઇ જાય. એના કરતા જયારે પણ ફુલ છોડ ને પાણી પાઓ ત્યારે વોટર ડિસ્પેન્સર અથવા વોટર સ્પ્રેયર નો ઉપયોગ કરો. જેનાથી છોડને જરૂરિયાત પુરતું પાણી જ અપાશે અને પાણી નો ખોટો વ્યય પણ નહિ થાય .

        આમ જો આપણે પાણી સમજીને વાપરીશું તો જ આપણે આપણા બાળકો ને અને આવનારી પેઢી ને પાણી નું મહત્વ સમજાવી શકીશું અને એમના માટે સંપતિ સમો જળનો વારસો બચાવી શકીશું . કેમ કે જો આપણે પાણીનું જતન કરીશું તેનો મર્યાદીત અને જરૂરપૂર્વક ઉપયોગ કરીશું તો પાણી નો બગાડ આપોઆપ ઓછો થઇ જશે .

SHARE
"Life lover" Since Born. Rashmi Panchal is enthusiastic Gujarati Writer, Dancer, Copy writer, Singer. She used to spend her whole day on her hobby related works. She loves her Child most " Sneh"

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here