રિયા ના લગ્ન ને હજુ માંડ ૪ મહિના જ થયા હતા , તેની સાસુ જ્યોત્સનાબેને તેમની પુત્રવધુ માટે કેટકેટલાય સપના સેવ્યા હતા . પણ રિયા એ એમના બધા અરમાનો પર પાણી ફેરવી દીધું . કેમ કે રિયા ને એના પતિ સુરેશ સિવાય બીજું  કોઈ દેખાય જ નહિ. એ એના પતિ સિવાય ઘરના બીજા કોઈ સભ્યો જોડે વધારે બોલતી નહોતી , તે માત્ર તેના પતિ સુરેશ ના આજુ બાજુ જ ફર્યા કરતી ઘરના બીજા સભ્યો જોડે જાણે કઈ લેવા દેવા જ ન હોય, કોઈ સાથે હસવું બોલવું પણ નહિ  એવું રિયા નું વર્તન જ્યોત્સનાબેનને દુખી કરી મૂકતું . જમવામાં પણ પતિને ભાવતું જ બનાવે અને પતિનું જ ધ્યાન રાખવું બાકી બધા સાથે બસ માપ પુરતું જ વર્તન અને વાતચીત . ઘરના બીજા સભ્યો કે જયોત્સાબેન ઈચ્છે તોપણ એના નજીક  ન આવી શકે કેમ કે એ પોતે જ બધાથી અળગી અળગી રહેતી હતી .

જયારે બીજી બાજુ સુનીતા ના લગ્ન ને માંડ હજુ બે મહિના જ થયા હતા અને આ બે મહિના માં તો એને પોતાના સાસુ પાર્વતીબેન અને પરિવારના બધાનું મન જીતી લીધું . કેમ કે તે તેના પતિ રાજ જેટલો જ પ્રેમ પરિવારના બીજા સભ્યો ને  પણ આપતી હતી. સુનીતા જેટલું ધ્યાન તેના પતિ રાજનું રાખતી હત તેટલું જ તેના સાસુ સસરા , નણંદ અને દિયર નું પણ રાખતી હતી. તે સવારના વહેલા ઉઠી નહિ ધોઈ , પૂજા કરી તરતજ રસોડામાં જઈ તેના ઘરના દરેકને ભાવતો અલગ અલગ નાસ્તો બનાવે , પછી તેના નણંદ અને દિયર ને કોલેજમાં લઇ જવા ટીફીન તૈયાર કરી આપે . પછી એના સાસુ સસરાને ચા નાસ્તો આપીને પોતે પતિ રાજ સાથે ચા નાસ્તો કરવા બેસે.

રાજ ઓફીસ જાય પછી પોતે સાસુ પાર્વતીબેન જોડે મળીને ઘરનું કામ કરે. રોજ કામ કાજ પતાવીને સાસુ વહુ બહાર ઓસરીમાં બેઠા બેઠા વાતો કરે . સામે એના સાસુ સસરા પણ સુનીતાના વખાણ કરતા થાકતા નથી . બહાર ક્યાય પણ જાય તો અમારી વહુ અમ ને અમારી વહુ તો આમ એમ બધાની આગળસુનીતા ના ખુલ્લા દિલે વખાણ કરતા હોય છે . પણ એ ક્યારે સામે સુનીતા નો પણ વ્યવહાર સારો હતો ત્યારે.

આપણી હિંદુ સંસ્કૃતિ માં દીકરી બે ઘર અજવાળે , દીકરી જ્યારે પિયર માં હોય ત્યારે બાપનું ઘર અને પરણ્યા પછી પોતાના સંસ્કારો અને વર્તન થી સાસરું અજવાળે. પણ હમણાં હમણાં થી ઘણા પરિવારોમાં વહુઓ ઘરમાં રહે તો છે પણ માત્ર  તેમનાં પતિ ની પત્ની થઈને . ઘરની વહુ થઈને નહિ. ઘરના સભ્યો જોડે એમનું અતડું વર્તન ઘરના સભ્યો ને એમના થી દૂર કરી દે છે , ઘરના સભ્યો ને એવું લાગે છે કે વહુ એમની ઉપેક્ષા કરે છે . વહુ એવી હોવી જોઈએ કે એ જેટલી પોતાના વરની હોય એટલી ઘરની પણ હોવી જોઈએ.

જો વહુ જ ઘરના સભ્યો ને પોતાના નહિ માને તો સભ્યો પણ એને કેવી રીતે અપનાવી શકશે. દરેક છોકરી એ સાસરી માં પોતાના સાસુ સસરાને પોતાના માં બાપ જેટલું જ માન અને આદર આપવો જોઈએ. જયારે દિયર અને નણંદ ને નાના ભાઈ બહેન ના જેમ પ્રેમ આપવો જોઈએ. સાસરે જનાર દરેક દીકરી એ સાસરિયા ને પોતાનું ઘર માનીને રહેવું જોઈએ ,જેટલા તમે અળગા રહેશો એટલું જ તમને તકલીફ પડશે એ ઘરમાં એડજસ્ટ થવામાં . જો તમે તમારા સાસરીમાં દરેક ને માન સન્માન અને પ્રેમ આપશો તો તમારા પતિ પણ ખુશ રહેશે . અને તમે તમારા પતિ નો બમણો પ્રેમ પામી શકશો.

બીજો પણ એક ઉપાય છે સાસરીમાં બધાનું મન જીતવાનો . જયારે પણ તમે વાર તહેવારે પોતાના માટે શોપીંગ કરવા જાઓ ત્યારે ઘરના સભ્યો માટે પણ કંઈક ને કંઇક નાની મોટી ભેટ લેતા આવો. જેથી એમને પણ થાય કે તમને એમની ફિકર છે એવું જ ન બને કે તમે દર વખતે પતિ સાથે જ બહાર ફરવા જાઓ. ક્યારેક સાસુ સસરા અને નણંદ – દિયર ને સાથે લઇ ફરવાનો પ્લાન બનાઓ અને ફેમીલી ટૂર પર પણ જાઓ. આવી રીતે પરસ્પર પરિવારનું બોન્ડીંગ વધશે અને પરિવારમાં પ્રેમ પણ બનેલો રહેશે .
માટે જો પરીવારનો પ્રેમ જીતવો હોય તો સામે તમે પણ પરિવારને પ્રેમ આપો અને ઘરની માનીતી વહુ થઈને રહો .

SHARE
"Life lover" Since Born. Rashmi Panchal is enthusiastic Gujarati Writer, Dancer, Copy writer, Singer. She used to spend her whole day on her hobby related works. She loves her Child most " Sneh"

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here