સૌથી પહેલા આપ સૌ વાચક મિત્રો ને સ્નેહરશ્મિ.કોમ તરફથી ” હેપ્પી વેલેન્ટાઈન્સ ડે ” .
હેય ને આજે તો ગીફ્ટ શોપ્સ ઉભરાતી હશે પ્રેમીજનો થી. પોતપોતાના પ્રિય પાત્રો માટે ગીફ્ટ , રોઝ અને
કાર્ડસ લેવા ની પડાપડી હશે, અને શું કામ ન હોય. આ એક દિવસ કોઈ જતો કરવા દેવા માંગતું જ નથી પોતાની મનગમતી વ્યક્તિ ની સામે પ્રેમ ની અભિવ્યક્તિ કરવા માટે. પણ શું આ એક જ દિવસ મળે છે
આપણને આપણો પ્રેમ દર્શાવવા ? મારું માનો તો વરસ ના ૩૬૫ દિવસ પણ આપણા જ છે , એમાં કોઈ ક્યા રોકવા નું છે કે ભાઈ આજે તારી વાઈફ ને કે તારી ગર્લફ્રેન્ડ ને “આઈ લાવ યુ ” ન કહીશ. તો શા માટે
માત્ર એક વેલેન્ટાઇન ડે જ ? રોજ દિવસ માં એક વાર તમારી વાઈફ/તમારા હસબંડ કે તમારી ગર્લ ફ્રેન્ડ /તમારા બોય ફ્રેન્ડ ને આઈ લવ યુ કહેશો તો તમારે આખું વરસ રાહ નહિ જોવી પડે વેલેન્ટાઈન ડે ની .
સાચું કહું તો આપણે જયારે કોઈ વ્યક્તિ ને ચાહવા લાગીએ છીએ ને ત્યારે સાચા અર્થમાં આપણે આપણી જાત ને ચાહવા લાગીએ છીએ . રોજ જેમ તેમ રહેનાર વ્યક્તિ પણ દિવસ માં દસ વાર અરીસામાં
પોતાનું મોઢું જોતું થઇ જાય છે , બે દિવસે માંડ એકવાર માથું ઓળવનાર વ્યક્તિ પણ વારંવાર માથામાં આંગળા ફેરવી લટ સરખી કરતુ કે વાળ સરખા કરતુ થઇ જાય છે , અને કારણ વગર જ ખુશ રહેવા લાગી જાય છે અને આવું ત્યારે જ થાય છે જ્યારે પ્રેમ થાય છે. માટે મારું માનો તો પ્રેમ માં બીજાની ફિકર અને ચિંતા તો થાય છે પરંતુ સૌથી પહેલી ફિકર તો તમે તમારી પોતાની જાતની જ કરતા શીખી જાઓ છો.
આજકાલ પરણિત સ્ત્રીઓ કે પુરુષો નાં મોઢે તમે ઘણીવાર સાંભળતા હશો કે હવે શું કરવાનું વેલેન્ટાઇન ડે ઉજવીને , લગન તો થઇ ગયા ..એ બધું તો લગન પહેલા હતું . તો એ બધા ને મારે ફક્ત એટલું જ કહેવું છે કે સાચા અર્થમાં તો વેલેન્ટાઇન ડે ઉજવવાની હવે જરૂર છે , તમારા બીઝી શિડ્યૂલ માંથી તમારી વાઈફ કે તમારા હસબંડ માટે સમય કાઢી ને એની સાથે બેસીને , પ્રેમ થી વાત કરીને મૂલ્યવાન નહિ તો
નાની અમથી ગીફ્ટ આપીને એમને એ અહેસાસ અપાવવાની કે તમે હજુ પણ એમને એટલો જ પ્રેમ કરો છો જેટલો પહેલા કરતા હતા . સાચું કહું તો એક ગર્લફ્રેન્ડ/બોયફ્રેન્ડ કરતા એક પતિ પત્ની નો પ્રેમ વધુ
પરિપક્વ અને ગાઢ હોય છે , એમાં કઈ ગીફ્ટ કે રોઝ કે કાર્ડ્સ હોય એ જરૂરી નથી, પરંતુ હા એટલું તો ચોક્કસ કહીશ કે આ ગીફ્ટ , રોઝ કે કાર્ડ્સ આ બધું એક માધ્યમ જરૂર બને છે આપણો પ્રેમ સામે વાળી વ્યક્તિ સુધી પહોંચાડવા અને એ જતાવવા પણ કે તમારો પ્રેમ કોઈ ઉમર કે સમય ને આધીન નથી.
સ્ત્રીઓ ની મોટા ભાગે આ ફરીયાદ રહેતી હોય છે કે લગ્ન પહેલા તો કેવા મને રોજ બહાર લઇ જતા , કેવા મારા માટે ગીફ્ટ લાવતા ને વેલેન્ટાઇન ડે પર મને ગુલાબ આપતા . અને હવે તો બધું સરખું થઇ ગયું છે શું જન્મદિવસ ને શું વેલેન્ટાઇન ડે ને શું ગુલાબ . તો એવી સ્ત્રીઓ ને મારે ફક્ત એટલું જ કહેવું છે કે લગ્ન પહેલા નો જે પ્રેમ હતો એ જવાબદારી વગર નો પ્રેમ હતો અને હાલ જે છે એ સાચો પ્રેમ છે .
આજે એમને તમારી વર્ષગાંઠ યાદ નથી રહેતી કે વેલેન્ટાઇન ડે પર ગુલાબ નથી આપતા એના કરતા વધારે મહત્વનું એ છે કે તમને તાવ આવ્યો હોય કે તમારી તબિયત સારી ન હોય એ દિવસે તમારા પહેલા તમારા પતિ ઉઠી ને એમની અને તમારી બંને ની ચા બનાવી લે અને પ્રેમ થી તમારા માથે હાથ મૂકી તમને ઉઠાડી ને કહે આજે તને સારું નથી તો ટીફીન બનાવાનું રહેવા દે. હું બહાર જમી લઈશ. તું આરામ કર અને જો વધારે તબિયત સારી ન હોય તો હું તારી પાસે રહું ઘરે. બહેનો આ છે સાચો પ્રેમ . માત્ર આઈ લાવ યુ કહેવાથી કે વેલેન્ટાઇન ડે યાદ રાખવાથી કે ગીફ્ટ આપવાથી શું એમ સાબિત થઇ જાય છે કે સામે વાળું વ્યક્તિ તમને કેટલો પ્રેમ કરે છે.માટે હમેશા જીવનમાં વસ્તુ ને નહિ વ્યક્તિ ને મહત્વ આપો .
હા પણ સાથે સાથે એટલું પણ કહીશ કે તમે તમરા પ્રિય પાત્ર ને કે જીવનસાથી ને કેટલો પ્રેમ કરો છો એ ક્યારેક અભિવ્યક્ત તો ચોક્કસ કરો, ભલે એ અભિવ્યક્તિ આંખો થી હોય કે શબ્દો થી કે પછી આલિંગન થી કે કોઈ પછી કોઈ ગીફ્ટ થી કેમ કે પ્રેમ થી અભિવ્યક્તિ થી પ્રેમ વધશે ક્યારેય ઓછો નહી થાય. સામે વળી વ્યક્તિ ને જણાવો કે તમે એના વિષે શું વિચારો છો , તેના વિશે શું લાગણીઓ ધરાવો છો. પછી જો જો પ્રેમિકા હોય કે પત્ની , માતા હોય કે બાળક તમારો શુદ્ધ પ્રેમ તમે વ્યક્ત કરવા માટે ફક્ત વેલેન્ટાઇન ડે ની રાહ જોવાની ની રહે અને જોઈએ પણ કેમ આપણા આ ફૂલપીસ , લવ , હેપ્પીનેસ એન્ડ સેલિબ્રેશન ધરાવતા દેશ માં દરેક વ્યક્તિ ફક્ત એક જ ભાષા સમજે છે અને એ છે ” પ્રેમની “.
આપ સૌ નાં જીવન માં દરેક તહેવાર આટલો જ પ્રેમ અને ખુશી લઈને આવે એવી શુભેચ્છા સાથે આપ સૌને ફરી એકવાર સ્નેહરશ્મિ તરફ થી ” હેપ્પી વેલેન્ટાઇન ડે “