આજે ટીવી માં દરરોજ નવી નવી કોસ્મેટિક્સ ની જાહેર ખબરો એટલી તો ઇફેકટિવ હોય છે આપણે રીતસરના લોભાઈ જ જઈએ છીએ. ઉતાવળા થઈ જઈએ છીએ કે ક્યારે બજાર માં જઈને ખરીદી લઈએ. વળી એમાં પણ એટલો બધી કંપનીઓ અને એમની અઢળક બ્રાન્ડસ. એમાંય કન્ફ્યુઝન કે ખરીદવી કઈ ? બધા પોતપોતાની પ્રોડક્ટ્સ ના વખાણ કરતા થાકતા નથી હોતા. કોઈ કહે છે અમારી ક્રીમ વાપરો અને એક અઠવાડિયામાં ગોરા થઈ જાઓ. તો કોઈ કહે છે અમારું હેરીઓઇલ યુઝ કરો અને તમારા વાળ નો મજબૂતી વધારો -વાળને બનાવો લાંબા,કાળા ને મજબૂત. તો વળી પાછું કોઈ એવો દાવો કરે છે કે અમારી પ્રોડક્ટ્સ વાપરો અને ઉમર કરતા નાના એટલે કે યંગ દેખાઓ. હવે આપણે મૂંઝાઇ જઈએ છીએ કે લેવું તો લેવું શું!

આમ તો ઘણી બધી એવી કોસ્મેટિક્સ પ્રોડક્ટ્સ છે પણ આજે આપણે વાત કરીશું ફક્ત શેમ્પૂની.તમે ટીવી પર અલગ અલગ પ્રકારના શેમ્પૂની એડવરટાઇઝમેન્ટ જોતા જ હશો. પણ તમારા માંથી ઘણા એવા પણ હશે જેમને શેમ્પુ વિશે હજુય ઘણી ભ્રામક માન્યતાઓ હશે. અથવા તો મૂંઝવણ હશે કે કયું શેમ્પુ વાપરવું જે વાળ માટે સારું રહે. તો મિત્રો આશા છે કે આજનું અમારું આ આર્ટિકલ આપને ઉપયોગી થશે શેમ્પુ વિશેની ગેરસમજણ અને કન્ફ્યુઝન દૂર કરવામાં .

વાળના મૂળમાં રહેલું કુદરતી તેલ,આ સિવાય બહાર થી ઉડીને વાળમાં ચોંટતી ડસ્ટ અને ડેન્ડરફ આ બધું જ ફક્ત પાણીથી ક્લીન નથી થતું એના માટે શેમ્પુ ની જરૂર તો છે જ. બધી જ બ્રાન્ડ ના શેમ્પુ અલગ અલગ કેટલાય ટેસ્ટ પાસ કર્યા પછી જ માર્કેટ માં આવે છે તો કયું સારું અને ક્યુ ખરાબ એ ન કહી શકાય. પરંતુ જે શેમ્પુ થી વાળ ધોયા બાદ તમારા વાળ સિલ્કી અને સ્મૂધ થઇ જતા હોય એ તમારા વાળ માટે સારું કહેવાય. હા પરંતુ શેમ્પુ નો વધુ પડતો ઉપયોગ પણ આપના વાળ માટે નુકશાનકારક છે. શેમ્પૂના વધુ ઉપયોગ થી વાળમાં રહેલું કુદરતી તેલ ઓછું થઈ જાય છે અને વાળ થોડા જ સમયમાં નિસ્તેજ અને બરછટ થઈ જાય છે માટે અઠવાડિયામાં બે વાર જ શેમ્પુ કરો અને કયારેક ખૂબજ જરૂરી હોય તો ત્રણ વાર પણ શેમ્પુ કરી શકાય . પરંતુ શક્ય હોય એટલું શેમ્પુ વધારે વાર સુધી માથા માં રાખવું નહીં. શેમ્પુ વાળમાં લગાવીને વાળ ચોળીને તરત વાળ ધોઈ લેવા.

એ તદન ખોટું છે કે શેમ્પુ થી વાળ ધોવાથી વાળ ખરે છે. એ માન્યતા સાવ ખોટી છે.વાળને ચોળીને ધોઇએ એટલે એ મૂળમાંથી ઢીલા થઈ જાય છે એટલે જ્યારે પણ વલ ધોઇએ એટલે વાળ ખરે એ સ્વાભાવિક છે.આમ પણ સામાન્ય રીતે દરરોજ 30/40 વાળ સામાન્ય પણ તૂટતા કે ખરતા હોય છે.

શેમ્પુ કરવાથી વાળ મૂળમાથી સ્વચ્છ થાય છે અને તેની આવરદા અમે સુંદરતા બંને વધે છે. ઘ્યાન ફક્ત એટલું જ રાખવાનું છે કે શેમ્પુ નો વધુ પડતો ઉપયોગ ન કરવો. ઘણીવાર હેરકલર અને બ્લોડ્રાય થી પણ હેર ડેમેજ થાય છે,તેની સારવાર માટે પણ માર્કેટ માં અલગ અલગ પ્રકારના શેમ્પુ ઉપલબ્ધ હોય છે એટલે તમે તેના ઉપયોગ થી તમારા વાળની કેર કરી શકો છો.

હવે અંતમાં ખાસ એ વાત કે કયુ શેમ્પુ વધારે સારું ? તો એના માટે તો તમારે જાતે જ નિર્ણય લેવાનો રહેશે .તમારે જાતે જ પ્રયોગ કરવો પડશે વાળ પર અને જો તમને એક,બે ,ત્રણ વાર વાળ ધોયા પછી પણ એવું લાગે કે એ શેમ્પુ ના ઉપયોગ થી વાળ નું જેવું જોઈએ એવું રિઝલ્ટ નથી તો એનો ઉપયોગ બંદ કરી દો. બીજું શેમ્પુ ટ્રાય કરો. હા એ વાત યાદ રાખો કે બને ત્યાં સુધી માઈલ્ડ શેમ્પુ ઉપયોગ કરવું વધારે હિતાવહ છે . બીજી એક વાત કે વાળ હંમેશા ઠંડા પાણી થી જ ધોવા અને શિયાળામાં હૂંફાળું પાણી વાપરી શકાય કેમ કે ગરમ પાણી ના ઉપયોગ થી વાળ ડેમજ થાય છે અને બરછટ થઈ તૂટી જાય છે.

તો દોસ્તો આશા છે કે આ ટિપ્સ તમારા કામમાં આવશે અને જો તમને આ આર્ટિકલ ગમ્યું હોય તો પ્લીઝ એને લાઈક કરો ,શેર કરો અને કમેન્ટ જરૂર કરો કે તમને કેવું લાગ્યું.

SHARE
"Life lover" Since Born. Rashmi Panchal is enthusiastic Gujarati Writer, Dancer, Copy writer, Singer. She used to spend her whole day on her hobby related works. She loves her Child most " Sneh"

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here