uttarayan-kite-festival-article-gujarati


મિત્રો , શિયાળાની શરૂઆત થઈ ગઈ ને અથાણાઓની જગ્યાએ વસાણા ખાવાનો સમય આવી ગયો. શિયાળાની તો રોનક જ કંઈક અલગ છે નઈ. પછી ભલેને એ શરૂઆતની ફુલગુલાબી ઠંડી હોય કે પછી કાળજા થીજાવી દ એવી ટાઢ. પણ આપણી તો શિયાળાની સવાર મનગમતી છે. હેયને રજાઈ માથી બહાર આવવાનુ મન જ ના થાય. એમાય સવારે ઊઠીને મમ્મીના હાથના બનાવેલા વસાણા ગૂન્દપાક, મેથીના લાડુ ખાવાની મજા જ અલગ છે.

         હવે તહેવારોની વાત કરીએ તો ગરબાની રમઝટ અને દિવાળીના ઝગમગાટ પછી સાન્તાક્લોઝ પણ આવીને જતા રહ્યા. અને હવે સમય આવી ગયો છે મારા તમારા અને આપણા સૌ ના મનગમતા તહેવાર ઉત્તરાયણ નો. અને એમાય વાત જો અમદાવાદની હોય તો દરેક અમદાવાદી જાણે જ છે કે અમદાવાદની ઉત્તરાયણ એટલે ધમાલ મસ્તી અને જલસો. અને આ વખતે પણ દરેક ને મન ઉત્તરાયણનો ઉત્સાહ ટોપ ફ્લોર પર હશે જ.


“Shabdo Tame Aapjo Geet Hu Banavish,
Khushi Tame Aapjo Hasine Hu Batavish,
Rasto Tame Aapjo Manjil Hu Batavish,
Kinnya Tane Bandhjo PATANG Hu Chagavish”


          આમ તો સાલુ 8 વાગે પણ પથારીમાથી નીકળવાનુ મન ના થાય પણ ઉત્તરાયણના દિવસે તો મમ્મી ને ઉઠાડવા પણ નહિ પડે કે બકા ઉઠ હવે. આખી રાત ઉઘ પણ નહિ આવે અમુક ને તો આગલા દિવસે. માન્જા અને પતંગની ની ખરીદી તો શરૂ થઈ જ ગઈ છે બધાની. કેમ કે હવે તો ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે એટલે દરેક જણ પોતપોતાની તૈયારીઓ સાથે તૈયાર હશે.

                ઉત્તરાયણ મા ધાબાઓ તો જાણે એવા ઊભરાશે કે મેળો જ જોઈ લો . અને પતંગ રસીયાઓ તો પતંગો મા એવા તો ખોવાઈ જશે કે પોતાના પતંગ કરતા બાજુવાળાના પતંગ મા વધારે ઈન્ટરસ્ટ વધારે હશે. એ પેલી લાલ આવી …….એ વાદળી જાય. અને લપેટ……કાયપો છે….. ના આવાજો થી વાતાવરણ ગૂજી ઉઠશે. પતંગ ચગાવવા કરતા પતંગ લૂટવાનો આનંદ બમણો હોય છે.અને એમાય તલની ચિક્કી , મમરાના લાડુ અને શેરડીની મજા લેતા લેતા અને ધાબા ઉપર વાગતા લાઉડ મ્યૂઝિક પર ઝૂમતા પતંગ ની મજા માણતા અમદાવાદીઓ આ બે દિવસમા તો બધુ જ ભૂલીને જાણે કે ફક્ત ઉત્તરાયણ નો આનંદ ખોવાઈ જશે.

          ખાસ કરીને પતંગ સાથે સાથે ઘણાય ધાબા ઓ પર દિલના પેચ પણ લડતા જોવા મળશે. કેટલાનાય પેચ લડશે અને કેટલાનાય પેચ કપાશે. સ્પીકર પર વાગતા સોન્ગ્સ મા ખોવાઈ ને પોતાની જાતને હીરો – હીરોઈન માની બેસનારાઓ ની પણ કમી નહી હોય ધાબાઓ પર.

           ઉત્તરાયણમા પતંગની સાથે સાથે જીભના ચટાકાની વાત કરીએ તો ઉધિયા અને જલેબી વગરની ઉત્તરાયણ તો અધૂરી જ કહેવાય. આ બે દિવસ મા અમદાવાદી ઓ કેટલુ ઉધિયુ જલેબી ઝાપટશે એતો ત્રીજા દિવસના છાપા મા જ ખબર પડશે. બાકી નોટબદી ની અસર કદાચ થોડી ઘણી વર્તાશે પણ એનાથી અમદાવાદીઓના ઉત્તરાયણના ઉત્સાહ મા તો કોઈ ફરક ના પડે એતો બધા જાણે છે.

“Uttarayan kevo chhe majno Patangono Tahevar,
Patango Dhorani sathe Jode che Dil Na Pan Tar”


 બાકી સાચા અર્થમા ઉત્તરાયણ માથી પ્રેરણા લઈ એ તો ખરાબ વિચારોનો લપેટ કરીને લક્ષ્ય રૂપી પતંગને હંમેશા આકાશમા ઉચે ઉડતો રાખવો જોઈએ.

SHARE
"Life lover" Since Born. Rashmi Panchal is enthusiastic Gujarati Writer, Dancer, Copy writer, Singer. She used to spend her whole day on her hobby related works. She loves her Child most " Sneh"

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here