childhood lost gujarati article

          જકાલ ના બાળકો ને બાળકો કહીએ તોપણ તેમને વાંધો છે , કે છે કે અમે તો હવે મોટા થઇ ગયા છીએ . એમને ક્યાં એ ખબર છે કે આ બચપણ એક વાર ગયા પછી પાછુ નહિ મળે માટે એને બાળક ની જેમ જ જીવો. આમાં બાળકો નો વાંક નથી , વાંક છે આપણો જેમને એમના નાનકડા હાથો માં રમકડા ની જગ્યાએ મોબાઈલ પકડાવી દીધો છે . અત્યારે તો બાળક જન્મ્યું નથી ને એની સેલ્ફીઓ લેવાની અને પિક્ચર્સ ક્લિક કરવાના શરુ થઇ જાય છે . ટૂંકમાં બાળકને હાલરડાં પણ માં નહી સ્માર્ટ ફોન જ સંભળાવે છે. એમાં બોલો છોકરું માં બાપ તરફ વધારે આકર્ષાય કે મોબાઈલ તરફ.

         અત્યારે જનરલી બધા પેરેન્ટ્સની એક જ ફરિયાદ હોય છે કે આ મોબાઇલે તો મોકાણ કરી. અમારું છોકરું તો મોબાઈલ સિવાય રહેતું જ નથી, મોબાઈલ વગર ખાતું જ નથી. પણ આ મોબાઈલ એના હાથ માં પકડાવનાર પણ તમે જ તો છો. બાળક સહેજ રડે તો તેને પંપાળવા અને રમાડવા માં ટાઈમ બગાડ્યા કરતા સીધો મોબાઈલ જ આપી દેવાનો એટલે છોકરું ચૂપ. આ તમારી અપનાવેલી ટેકનીક છેવટે તમને જ નડી ખરું ને ?

           અત્યારના બાળકો ની રહેણી કરણી , રમતો ગમતો આપણા બાળપણ કરતા સાવ બદલાઈ ગયી છે. આપણે ઘણી વાર બાળકો ને કહેતા હોઈએ છીએ કે અમે તો તમારી ઉમર ના હતા એટલે તો પકડદાવ , સંતાકૂકડી , બોલબેટ , આઇસ્પાઇસ , સાતોલીયા , ચોપાટ , જેવી રમતો રમતા જયારે તમે આજકાલ ના છોકરાઓ બસ ઘરના ખૂણે બેસીને આખો દીવસ મોબાઈલ માં ગેમ એને યુટ્યુબ પર ચેનલો જોવામાં કાઢો છો. પહેલા સમયમાં વેકેશન પડે એટલે સીધા મામા ના ઘરે જવાનું કાંતો મમ્મી પાપા સાથે બહાર રજાઓ ગાળવા ફરવા જવાનું . એ સિવાય તો આવડું મોટું વેકેશન શેનું જાય અને હવે તો બસ બાળકોને મોબાઈલ આપી દો એટલે કોઈની જરૂર ના પડે એમને.

           મોબાઈલ ના સદંદર ઉપયોગના લીધે આજકલ ના બાળકો શારીરિક પ્રવૃતિઓ અને આઉડોર ગેમ્સ થી તો જાણે કે દૂર જ થઇ ગયા છે , પરિણામે તેમના શરીરની સ્ફૂર્તિ પણ ઘટી રહી છે , અને તેઓ દિવસે દિવસે આળસુ પણ થઇ રહ્યા છે. આ ઉપરાંત આજકાલના બાળકો ઘરના ખાવાના કરતા બહારના જંક ફૂડ ના શોખીન બની ગયા છે , અઠવાડિયામાં બે ત્રણ વખત તો એમને બહાર નું જંકફૂડ કે હોટલ નું જમવાનું જોઈએ જ . બહાર નો આવો ચરબીયુક્ત ખોરાક ખાવાનો અને સાથે કોઈ જ પ્રકારની શારીરિક કસરત કે શ્રમ પહોંચે એવી રમત પણ નહિ રમવાની જેને પરિણામ સ્વરૂપ આજકાલ ના બાળકો જડપી મેદસ્વી થઇ રહ્યા છે.

          અત્યાર ના ઘણા માં બાપ એવા છે કે પોતાના કામ માંથી નવરા જ પડતા નથી અને બાળકો ને સમય પણ આપી શકતા નથી , પરિણામે બાળકો પણ ઘણીવાર પોતાને એકલું મેહસૂસ કરે છે . અમુક માં બાપ તો બાળકો એમને કામ કરવામાં હેરાન કરતા હોય અથવા તો તેમના કામના સમય માં તેમની સાથે રમવાની જીદ કરતા હોય તો સીધો એમના હાથમાં મોબાઈલ પકડાવી દે જેથી બાળક મોબાઈલ સાથે રમ્યા કરે અને તેઓ એમનું કામ કર્યા કરે . આમ કરતા કરતા તમે જ તમારા બાળક ને મોબાઈલ નું આદી બનાવી રહ્યા છો.અને પછી તમે જ ફરિયાદ પણ કરો છો કે બાળક આખો દિવસ ફોન જ રમ્યા કરે છે . તો આ પરિસ્થિતિ ઉભી પણ તો તમે જ કરી છેને . માટે બાળકો ને મોબાઈલ કે કોમ્પ્યુટર ના એટલે આદી ના બનાવો કે તેઓ તેમનું બાળપણ આખું ખેલકૂદ માં નહિ મોબાઈલ માં જ વિતાવી દે.

 

SHARE
"Life lover" Since Born. Rashmi Panchal is enthusiastic Gujarati Writer, Dancer, Copy writer, Singer. She used to spend her whole day on her hobby related works. She loves her Child most " Sneh"

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here