હોમ ડેકોરેશન માં કલર્સ નું ઘણું મહત્વ છે . આ ચોમાસા પછી જયારે દિવાળી પર ઘરને કલર કરાવો ત્યારે એ વાતનું ખાસ ધ્યાન રાખજો કે જે કલર ની ફેશન હોય માત્ર એજ કલર પસંદ ન કરતા એવા કલર્સ પસંદ કરો કે જે તમારી જીવનશૈલી સાથે પણ મેળ ખાતા હોય . આ સાંભળી ને તમને નવાઈ લાગી હશે નઈ કે કલર્સ તે વળી જીવનશૈલી સાથે મેલ ખાતા હોય વળી ! તો હા કલર્સ પણ જીવનશૈલી સાથે મેલ ખાતા હોય છે .તો આવો જોઈએ કયા કલર્સ તમારી જીવનશૈલી ને મેલ ખાય તેવા છે .
* પીળો કલર :
પીળો કલર એ ખુશી અને સકારાત્મકતા નું પ્રતીક છે. આછો પીળો કલર હોય કે ડાર્ક પીળો કલર એ તમારા ઘરને ચમકદાર બનાવશે. જે રૂમ માં સૂર્યપ્રકાશ ઓછો આવતો હોય એવા રૂમ માં પીળો કલર કરાવવો જોઈએ.
* લીલો કલર :
લીલો કલર એ પ્રકૃતિ , ઉન્નતી અને આરામ પ્રદર્શિત કરતો કલર છે. લીલા કલરનો ઉપયોગ કોઈ પણ કલર સાથે કરી શકાય છે પરંતુ એના ડાર્ક શેડ્સ અને ન્યૂટ્રલ શેડ્સ નો ઉપયોગ ન્યૂટ્રલ કલર્સ ની જેમ જ કરવો .
* લાલ કલર :
લાલ કલર ઉત્સાહ ,ઉર્જા અને જોશ દર્શાવતો કલર છે . હોલ કે લોબી માં આ રંગ ખુબજ સરસ લાગે છે . ડાઈનીંગ રૂમ કે ડાઈનીગ ટેબલ પર લાલ કલર મહેમાનો ને આમંત્રિત કરતા હોવાનો ભાવ દર્શાવે છે.
* ગુલાબી કલર :
ગુલાબી કલર એ વિશ્વાસ , માધુર્ય અને ખુશી નું પ્રતિક છે . ગુલાબી કલર બાથરૂમ માટે બેસ્ટ ગણાય છે.
* વાદળી કલર :
વાદળી કલર શાંતિ અને આરામદાયક જીવનશૈલી અનુભવ કરાવતો કલર છે. વાદળી કલરના પ્રયોગથી રૂમ મોટો લાગતો હોવાથી આ કલર વધુ લોકપ્રિય છે .
* સફેદ કલર :
સફેદ કલર સામર્થ્ય , પવિત્રતા , સફાઈ અને વિસ્તારનું પ્રતિક ગણાય છે. સફેદ રંગનો ઉપયોગ તમે બેડરૂમ માં કરી શકો છો . આ કલર તમને શાંતિ નો અનુભવ કરાવશે .
* નારંગી કલર :
નારંગી કલર અધ્યાત્મ , જોશ અને આરામને પ્રદર્શિત કરે છે .જે ઓરડામાં બધા સભ્યો સાથે મળીને બેસતા હોય તે રૂમ માં આ રંગ વધારે યોગ્ય રહેશે . જોકે ડાર્ક નારંગી રંગ થાક ઉત્પન્ન કરે છે એટલે હળવો આછો નારંગી રંગ જ કરાવવો.
આમ તો માર્કેટ માં ઘણા પ્રકારના કલર્સ ઉપલબ્ધ હોય છે પરંતુ કલર હમેશા તમારી સાથે સાથે બીજાઓને પણ ગમે એવો પસંદ કરો કેમ કે કલર્સ ની પણ પોતાની અલગ છાપ છે એ કેટલાક અલગ અલગ પ્રભાવ પાડે છે આપણા ઉપર . માટે કલર એવો ચૂઝ કરો કે જે તમારી પર્સનાલીટી ને મેળ ખાતો હોય.