અત્યારે જયાં જુઓ ત્યાં દરેક જગ્યાએ પુરુષો નું વર્ચસ્વ વધારે જોવા મળતું હોય છે.પરંતુ ભલભલા પુરુષો ને પણ જ્યારે ઘરમાં માતા અને પત્ની બંને ને સાચવવા પડે ત્યારે અઘરૂ પડી જતું હોય છે. આપણા સમાજમાં સંયુક્ત પરિવારની પ્રથા ઘણા સમય થી ચાલતી આવી છે ,અને એમાં બે પેઢીઓ વચ્ચે વિચારો ની અસમાનતા હોય એ સ્વાભાવિક છે , હાલમાં તો જોકે વિભક્ત પરિવારો પણ ઘણા હોય છે. પરંતુ વાત કરીએ આજે એવા પરિવારો ની જેમાં આજે પણ સાસુ વહુ સાથે રહેતા હોય છે. એમ થોડો ઘણો ખટરાગ તો રહેવાનો જ.
સંયુક્ત પરિવાર માં રહેતા સાસુ વહુ જાણતા કે અજાણતા એકબીજા ના હરીફ બની બેસે છે. દરેક વાતે તુલના કરવા લાગે છે.માં તેના પુત્રથી અને પાટો તેના પતિ થી વધારે ને વધારે અપેક્ષાઓ રાખવા માંડે છે. પરિણામેં સહન કરવાનું તો પુરુષે જ આવે છે. પુરુષ જો નવી પરણેલી વહુ(પત્ની) સાથે જો થોડો વધારે સમય પસાર કરે તો માં કહેશે મારો દિકરો તો સાવ બદલાઈ જ ગયો છે . સામે જો એજ દીકરો પોતાની માની વાત માને તો પત્ની એ સહન નથી કરી શકતી. આવામાં પુરુષો ની સ્થિતિ સૂડી વચ્ચે સોપારી જેવી થઈ પડે છે. તેના માટે તો માં અને પત્ની બંને એકસમાન જ હોય છે, એના મન તો એ બન્નેની કોઈજ તુલના નથી હોતી .પરંતુ , જાતે કરીને માં અને પત્ની જ એને વારે વારે તુલના કરાવડાવતા હોય છે. બાકી એના માટે તો બેઉ સરખા જ મહત્વના અને જરૂરી હોય છે.
પુરુષ આખા દિવસ નો ઓફિસમાં થી થાકયો પાક્યો કંટાળીને ઘરે આવે એવુ તરત જ એને જો માં અથવા પત્ની બંને માથી એકનું મોઢું વાંકુ દેખાય કે તરત જ બિચારા ને ફાળ પડે કે નક્કી કૈંક થયું છે. પતિ ઘણીવાર તો માં અને પત્ની ના ઝઘડાઓ થી એટલો કંટાળી જાય છે કે એને ઓફિસે થી ઘરે આવવાનું મન જ થતું નથી. એ વધારે સમય ઘરની બહાર જ રહેવા લાગે છે. કંટાળીને પત્ની જોડે બેસે તો પત્નિ ની કથા ચાલુ થઈ જાય કે, મમ્મી તો આમ કેહતા હતા મને ને તેમ કહેતા હતા, એમને તો હું ગમતી જ નથી ને..વગેરે.વગેરે.. પછી જો માં જોડે એના ખબર અંતર પૂછવા જાય તો માં કહેશે , તારી બૈરી તો મારી સામું બોલે છે, મને તો ગણતી જ નથી. હવે તમે જ કહો, પુરૂષ બિચારો જાય તો જાય ક્યાં ?
ખરેખર પુરુષો ની આ પરિસ્થિતિ માટે સ્ત્રીઓ જ જવાબદાર છે ને . પત્ની હોય કે મા બંને એ એ સમજવું જોઈએ કે તે ફક્ત એમનો દીકરો જ નથી કે ફક્ત એમનો પતિ જ નથી. બન્ને નો એની પર સરખો જ અધિકાર છે. આ સિવાય એ બંને એ પણ હળીમળીને રહેવું જોઈએ.જેનાથી પુરુષ ને પણ એ જોઈને શાંતિ થાય કે એના ઘરમાં સંપ છે. પત્ની એ ઘરની નાની નાની સમસ્યા પતિ ને ના કહેવી જોઈએ. માતા એ પણ દીકરા સામે વહુ ઓ આખો વખત વાંક ન કાઢે જવો જોઈએ. જો સાસુ વહું બંને સંપીને રહે તો પુરુષ ને બિચારા ને અડધું ટેનશન તો એમજ ઓછું થઈ જાય. પછી ના તો એ બૈરીઘેલો કહેવાશે ના તો માવડિયો.
SHARE
"Life lover" Since Born. Rashmi Panchal is enthusiastic Gujarati Writer, Dancer, Copy writer, Singer. She used to spend her whole day on her hobby related works. She loves her Child most " Sneh"

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here