આમ તો છોકરીઓ ની દરેક અદાના છોકરાઓ દીવાના જ હોય છે , છોકરીઓની પાછળ લટુડા પટુડા થઈને ફરતા હોય છે . છોકરીઓને ઈમ્પ્રેસ કરવા એમની હા માં હા કરતા હોય છે પરંતુ છોકરીઓની એવી એવી કેટલીક વાતો કે આદત કહો એ છોકરાઓને નથી ગમતી હોતી. જેમ કે અમુક પ્રકારનો સ્વભાવ , આદતો કે એટીટ્યુડ ધરાવતી છોકરાઓએ પસંદ નથી હોતી . તો આવો જોઈએ કે છોકરા ઓ ને કેવી છોકરીઓ નથી ગમતી ?

(૧) વાત વાત પર ટોકનારી :

છોકરીઓ જેમ દરેક વાતે પર્ફેકશન વિચારતી હોય છે એમ જ છોકરાઓ ને બધું અલગ જ પસંદ હોય છે . તેમના કપડા પહેરવાની સ્ટાઈલ , એમનું મનપસંદ મ્યુઝીક , ફૂડ વગેરે છોકરીઓ કરતા તો ડીફરન્ટ જ રહેવાનું . અને એમાય અમુક છોકરીઓ જે વાતે વાતે એમને ટોકતી હોય અરે યાર આ હેર સ્ટાઈલ તને સુટ નથી થતી , આવા કપડા કેમ પહેર્યા છે , આવી રીતે ફટાફટ કેમ જમેં છે , ગાડી ફાસ્ટ કેમ ચલાવે છે વગેરે વગેરે … આ પ્રકાર ની છોકરીઓની છોકરાઓને સખત ચીડ હોય છે .

(૨) શંકાશીલ :

નાની નાની વાતો માં શંકા કરવી એ છોકરીઓનો સ્વભાવ હોય છે . બોયફ્રેન્ડ ને મળવા બોલાવ્યો હોય અને જો પોતે એના પહેલા પહોંચી જાય અને પેલા બિચારા ને જો બે મિનીટ પણ મોડું થાય આવતા તો તો આવી જ બન્યું સમજો એનું , આવતા આટલી બધી વાર , હું ક્યારની આવી છું , મને ખબર છે તું બીજી કોઈને મળવા ગ્યો હોઈશ..એક નાની અમથી વાત નો મોટો ઈશ્યૂ કરી નાખે . એવું નથી કે છોકરાઓ બધા શરીફ હોય છે પણ છોકરીઓ ની આ આદત એમને નથી ગમતી.

(૩) ઓવરસ્માર્ટ :

છોકરાઓ ને બ્યુટી વિથ બ્રેઈન ના કોમ્બીનેશન વાળી છોકરીઓ પહેલેથી જ પસંદ આવતી આવી છે . પરંતુ ઓવરસ્માર્ટ છોકરી નો વે . અમુક છોકરીઓ ખુબજ ઘમંડી હોય છે , કોઈ ક ને પોતાનાં રૂપ નું અભિમાન તો કોઈક ને પોતાની સ્માર્ટનેસ પર ઘમંડ . એવી છોકરીઓ જલદી કોઈ છોકરાને જવાબ પણ આપતી નથી .એમનો પારો તો હંમેશા સાતમાં આસમાને જ રહે છે.આવી વધારે પડતા એટીટ્યુડ વાળી છોકરીઓ પણ છોકરા નાપસંદ કરતા હોય છે.

(૪) વધારે અપેક્ષાઓ રાખનારી :

અમુક છોકરીઓ એવી પણ હોય છે કે જેમને તેમના ફ્રેન્ડસ કે બોયફ્રેન્ડ ગમે તેટલું સારું ટ્રીટ કરે એમને કોઈ જ વાતે સંતોષ જ હોતો નથી. તેઓ હંમેશા એવું જ ઈચ્છતી હોય છે કે એમને થોડું વધારે મહત્વ થોડું વધારે પ્રાધાન્ય મળે. આવી છોકરીઓને તેમના બોયફ્રેન્ડ ગમે તેવી ગીફ્ટ આપે પણ તેઓ ને હમેશા કંઇક વધુ સારું એવી જ અપેક્ષા હોય છે . આવી છોકરીઓ વારે વારે બોયફ્રેન્ડ પાસે નવી નવી માંગણીઓ કરી જ રહેતી હોય છે . પરિણામે તેમના બોયફ્રેન્ડ ને પણ એમના પ્રત્યે અણગમો ઉભો થવા લાગે છે .

 

(૫) ભાવ ખાતી હોય :

અમુક છોકરીઓ ઈચ્છતી હોય કે છોકરાઓ તેમને બોલાવે એમની સાથે વાત કરે તેમને મહત્વ આપે તેમ છતાંયે તેઓ પોતાને વધારે સારી બતાવવા ભાવ ખાતી હોય છે. આવી છોકરીઓ છોકરા ઓ ને પસંદ નથી હોતી. આ પ્રકાર ની છોકરીઓ ફ્રેન્ડસ સાથે ક્યાંક બહાર જવાનું હોય તો જાણી જોઇને મોડી આવે છે , એમને એવું કે બધા એની રાહ જોવે તો એની ઈમ્પોર્ટેન્સ વધે , પરંતુ ઉલટા નું છોકરાઓ ને તો આ વાતની ચીડ આવે છે . અને જો છોકરાએ કોઈ વાર કોફી કે ડીનર માટે તેને સાથે લઇ જવા પૂછી લીધું તો એને જવું તો હોયજ સાથે તોપણ એટલા બધા બહાના કાઢશે અને છોકરા ને એટલો તો કરગરાવશે પછી તૈયાર થશે જવા . એટલે છોકરાઓ ને આવી છોકરીઓ ની પણ સખત એલર્જી હોય છે.

તો છોકરીઓ તમારે પણ જો છોકરાઓ સાથે એમના ફેવરીટ બનીને રહેવું હોય તો એટીટ્યુડ રાખજો પણ એટલો બધો પણ નહિ કે એમને તમારા પ્રત્યે અણગમો થઇ પડે . અને બીજી વાત એ કે તમને ગમતું તો છોકરા હમેશા કરે જ છે તો ક્યારેક તમે પણ એમને ગમતું કરી જુઓ તો એ પણ ખુશ અને તમેં પણ ખુશ . કેમ કે એ ખુશ હશે તો જ તો તમને ખુશ રાખશે.

SHARE
"Life lover" Since Born. Rashmi Panchal is enthusiastic Gujarati Writer, Dancer, Copy writer, Singer. She used to spend her whole day on her hobby related works. She loves her Child most " Sneh"

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here