પ્રેગનેન્સી રાખ્યા પછી ની સ્ત્રીની સમસ્યા કે મૂંઝવણ એક જ બાબતે હોય છે , નોર્મલ ડીલીવરી થશે કે સિઝેરિયન . નોર્મલ થાય તો તો વાંધો નહિ પણ જો કયાંક સિઝેરિયન કરવું પડ્યું તો શું થશે ? સિઝેરિયન ઓપરેશન એટલે બહુ ખરાબ , એમાં તો બહુ વેદના થાય , શરીર આવું થઇ જાય ને તેવું થાય બીજું ઘણું બધું… આ બધી મૂંઝવણો અને ચિંતા પ્રેગ્નેન્ટ લેડી અને તેના ઘરના સભ્યો ને પણ હોય છે .
ખરા અર્થ માં જોવા જઈએ તો વેદના તો નોર્મલ ડીલીવરી હશે કે સિઝેરિયન બંન્ને માં થશે. અને વાત રહી અમુક પાયા વગરની માન્યતાઓની જેવી કે સિઝેરિયન પછી સ્ત્રીનું શરીર નકામું થઇ જાય, એ ઘરકામ ન કરી શકે , અને ઓપરેશન દરમ્યાન એનો જીવ પ જઈ શકે આ બધો ફક્ત તમારા મનનો વહેમ છે, સારા અને નિષ્ણાત ડોક્ટર્સ પાસે સિઝેરિયન ઓપરેશન કરવાથી કોઈ જ ચિંતા કરવાની હોતી નથી આ ઉપરાંત હવે તો ટેકનોલોજી ના વિકાસ ને લીધે ઓપરેશન માટેના પણ અદ્યતન સાધનો આવી ગયા હોવાથી ઓપરેશન પણ એકદમ ઈઝીલી થઇ જાય છે તેમજ એમાં કોઈ પ્રકારનું જોખમ રહેતું નથી.
* સિઝેરિયન અંગેની ખોટી માન્યતાઓ :
(૧) સિઝેરિયન પછી સ્ત્રીનું શરીર નકામું થઇ જાય છે :
સિઝેરિયન ના ઓપરેશન માં સ્ત્રીના પેટ પર ચીરો મુકવામાં આવે છે એટલે પેટ ચીરાયા પછી સ્ત્રીનું શરીર કોઈ કામનું રહેતું નથી. આવી માન્યતા પાયા વિહોણી છે. ઓપરેશન દરમ્યાન પેટ પર ચીરો મૂકવામાં આવે છે પરંતુ તે પછી એને ટાંકા લઇ એ ઘા પૂરી દેવામાં આવે છે અને એ ટાંકા રૂઝાય પછી ફરી એ ચામડી પૂર્વવત બની જાય છે. અને સ્ત્રી પહેલાની જેમજ રોજીંદા દરેક કામ કરી શકે છે.
(૨) સિઝેરિયન ખુબજ જોખમી હોય છે :
સિઝેરિયન ઓપરેશન ખુબજ જોખમી હોય છે , આ વાત પણ ખોટી છે . ઘણા લોકોતો એવું પણ માને છે કે સીઝેરિયન દરમ્યાન સ્ત્રીનો જીવ પણ જઈ શકે છે . એ વાત સાચી કે સિઝેરિયન એ એક મોટું ઓપરેશન ગણાય પરંતુ હાલના સમય માં એનેસ્થેશિયા , એન્ટીબાયોટીક અને બ્લડ બોટલ્સ જેઈ સુવિધાઓ ઉપલબ્ધ હોવાને લીધે સિઝેરિયન નું ઓપરેશન સલામત બન્યું છે.
(૩) એક સિઝેરિયન બાદ બીજી પ્રસુતીઓ પણ સિઝેરિયન દ્વારા જ થાય :
એવું નથી હોતું કે એક વાર જો સિઝેરિયન દ્વારા પ્રસુતિ થાય તો પાછળ ની બધી ડીલીવરીઓ વખતે પણ સિઝેરિયન જ કરવું પડે. અમુક ખાસ કિસ્સા ઓ માં જ આવું બની શકે છે બાકી તો પહેલું સિઝેરિયન થયેલું હોય એવી સ્ત્રીઓ ને પાછળ ની ડીલીવરીઓ નોર્મલ થાય એવા ઘણા કિસ્સા છે. માટે આવી માન્યતા ઓ પર વિશ્વાસ કરવાને બદલે ડોક્ટરની સલાહ લઈને એમની વાત પર ભરોસો રાખવો જોઈએ.
હવે તો મેડીકલ સાયન્સે એટલી પ્રગતી કરી છે કે સોનોગ્રાફી દ્વારા તમે બાળક ની હિલચાલ જોઈ શકો છો , તેના ધબકારા સાંભળી શકો છો. અને રેગુલર ડોકટરી તપાસ દ્વારા ગર્ભમાં રહેલા બાળક વિશેની સંપૂર્ણ માહિતી મેળવી શકો છો અને યાદ રાખો સિઝેરિયન પણ બાકી ઓપરેશન ની જેમ એક રૂટીન ઓપરેશન જ છે માટે એન કોઈ ડર મનમાં નાં રાખશો. હવે તો માતાઓ પણ એજ્યુકેટેડ થઇ ગઈ છે તેઓ પણ ઓપરેશન ની બધી વિગત અંગે માહિતગાર હોય છે અને જો ના હોય તો ડોક્ટર પાસેથી એની માહિતી મેળવી શકે છે , એટલે જ સિઝેરિયન ઓપરેશન થી ડરવાની જરૂર નથી અને તોપણ કંઈ મૂંઝવણ જણાય તો ડોક્ટર્સ તો છે જ . માટે સિઝેરિયન ના ઓપરેશન નું ટેન્શન લીધા વગર શાંતિથી તમારી ગર્ભાવસ્થા ને માણો. કેમ કે આ અવસ્થા એ દરેક સ્ત્રી માટે અનોખી અને નવું નવું અનુભવવા ની સ્થિતિ છે.