શબ્દથી જ સર્જન અને શબ્દ થી જ વિનાશ થાય છે, શબ્દ જ સફળતા અને નિષ્ફળતા ની ક્ષમતા ધરાવે છે . પરંતુ તેનો સંપૂર્ણ આધાર તમે એ શબ્દનો ઉપયોગ કઈ જગ્યાએ અને કેવી રીતે કરો છો એના પર છે.

          શબ્દ ની તાકાત તો આપણે સૌ કોઈ જાણીએ છીએ , હા પણ શબ્દ નું પરિણામ એ એ તમે બોલેલા શબ્દ ના સારા કે ખરાબ હોવા ઉપર આધારિત છે. એક જ જીભ થી સારું પણ બોલાય છે અને નરસુ પણ , એનાથી કોઈની પ્રસંસા પણ થઇ શકે છે અને નિંદા પણ તો સારું જ શું કામ ન બોલીએ ? આવું જમવાનું બનાવાય ખરું લૂણ જેવું છે? પતિ દ્વારા ઉચ્ચારાયેલા આ શબ્દો પત્ની ના મનને કેટલી ઠેસ પહોંચાડી શકે છે . એની જગ્યાએ એ એવું પણ બોલી શકે કે જમવાનું તો ખુબજ સરસ બન્યુ છે ખાલી મીઠું થોડું વધારે પડી ગયું છે તો એ વાતથી પત્નીને ખોટું પણ નહિ લાગે અને એને ભૂલ પણ સમજાશે. ટૂંકમાં જો તમારી વાત કહેવાની રીત ખોટી હશે તો સામે વાળી વ્યકિતને ખોટું જ લાગશે. એટલે જ તો કહ્યું છે ને કે પાણી અને વાણી બેઉ વિચારીને વાપરો.

=> બે બોલ પ્રશંસાના :

          પ્રશંસા કોને પ્રિય નથી હોતી , પતિ ના મોઢેથી બે બોલ પ્રશંસા ના સંભાળવા માટે એ પત્ની કેટ કેટલું કરે છે. કોઈનાં સારા કાર્ય ની પ્રસંસા જરૂરથી કરવી જોઈએ , પ્રશંસાના બે શબ્દો તેના કામ ને બિરદાવવા માટે બોલવામાં આવે તો તેણે કરેલું કાર્ય તેને સાર્થક થયેલું લાગે છે. પત્ની આખો દિવસ રસોડા માં મથીને પતિને ભાવતી વાનગીઓ બનાવે છે અને પતિ ફક્ત પેટ ભરીને જમીને ઉભો થઇ જાય એ યોગ્ય નથી એની જગ્યાએ જો પત્ની ની રસોઈના થોડા વખાણ જેવા કે આજે તો શું જમવાનું બન્યું છે,તું ખરેખર સ્વાદિષ્ટ રસોઈ બનાવે છે અને તારા હાથમા તો જાદૂ છે , પછી જોઉં આટલું બોલવાનો તમને કેટલો બેનીફીટ મે છે . રોજ રોજ પત્ની આવી જ સ્વાદિષ્ટ રસોઈ બનાવીને જમાડશે.

=> સમજી વિચારીને બોલો :

         તમે કેટલું બોલો છો એના કરતા કેવું બોલો છો એ વધારે મહત્વનું છે. એમ કે સમજ્યા વગર બોલાયેલા શબ્દો ક્યારેક સમસ્યા સર્જી શકે છે. જયારે જોખીને બોલાયેલા શબ્દોથી ગમે તેવી સમસ્યા હોય એનું નિરાકરણ લાવી શકાય છે. કોઈના ઝઘડા માં તમારા ખોટા બોલાયેલા શબ્દો આગમાં ઘી નું કામ પણ કરી શકે છે એટલે જરૂર વગર કોઈ વાતે કોઈને સલાહ આપવી એ પણ યોગ્ય નથી કેમકે ત્યાં તમારા કહેવાયેલા શબ્દો નિરર્થક છે .

=> આત્મવિશ્વાસ થી બોલો :

       તમે કોઈ જો કોઈને પણ પોતાની વાત મનાવવા ઈચ્છતા હોવ તો તમારા શબ્દોમાં આત્મવિશ્વાસ છલકાવો જોઈએ, તો જ સામે વાળી વ્યક્તિને તમારી વાતમાં વિશ્વાસ બેસશે .અને તમારી પ્રભાવશાળી વાક્છટા જ તમારા વ્યક્તિત્વ ની આગવી ઓળખ બનશે.તમે ઈન્ટરવ્યું આપવા ગયા છો ત્યાં તમારી બોલવાની છટા ની ખાસ નોધ લેવાશે. એટલે ત્યાં ખૂબજ કોન્ફિડેન્સ સાથે તેમજ વ્યવસ્થિત બોલવું પડે છે.
       આમ તમે શું ,કેવું અને કેઈ રીતે બોલો છો એનો પ્રભાવ તમારી જિંદગી અને તમારી આસપાસના લોકો પર અવશ્ય પડે છે .માટે જ ભલે થોડું બોલો પણ સારું અને મીઠું બોલો.
SHARE
"Life lover" Since Born. Rashmi Panchal is enthusiastic Gujarati Writer, Dancer, Copy writer, Singer. She used to spend her whole day on her hobby related works. She loves her Child most " Sneh"

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here